રાજપીપળા,તા.31
ગરૂડેશ્વર તાલુકાના વવીયાલા ગામેથી જુગારના અડ્ડા પર રેડ કરતાં,ત્રણ જુગારીયાઓ ઝડપાયા હતા.અંગે સાત ઈસમો સામે ગરૂડેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદી અહેકો અરવિંદભાઈ કાંતિભાઈ ગરુડેશ્વર પોલીસે આરોપી વિનોદભાઈ નગીનભાઈ તડવી, સુનિલભાઈ કાંતિભાઈ તડવી, રાહુલભાઈ નગીનભાઈ તડવી, અમિતભાઈ સનાભાઇ તડવી, અરવિંદભાઈ ગોવિંદભાઈ તડવી, અજયભાઈ અશ્વિનભાઈ તડવી, જયેશભાઇ રમણભાઈ તડવી તમામ (રહે,વવીયાલા)સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ પકડાયેલા એ સમયે જાહેરમાં પત્તાપાનાનો પૈસાથી હાર-જીતની જુગાર રમી રમાડી દાવ પરના રો.રૂ.500/- તથા અંગજડતીના રૂ.750/- પતાપાના તથા મોબાઇલ નંગ 3 કિં.રૂ. 24000/-મળી કુલ કિં. રૂ. 25250/- ના મુદ્દામાલ સાથે વિનોદભાઈ,સુનિલભાઈ, રાહુલભાઈ જાહેરમાં પત્તાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતા હતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા