ગણતંત્ર દિવસ પર નર્મદાના છેલ્લા એક વર્ષમાં રાજપીપળાના માછી સમાજના આશરે બાવન વ્યક્તિઓના અવસાન થતાં સદગતના માનમાં હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો.
માછી યુવક મંડળ રાજપીપળા આયોજિત હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો.
રાજપીપળા,તા. 27
ગણતંત્ર દિવસ પર 26મી જાન્યુઆરીએ નર્મદાના છેલ્લા એક વર્ષમાં રાજપીપળાના માંછી સમાજના બાવન જેટલી વ્યક્તિઓના અવસાન થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવા સદગતના માનમાં રાજપીપળા ખાતે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો.જેમાં માછી યુવક મંડળ,રાજપીપળાના સભ્યો, સમાજના વડીલો,આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માંછી સમાજમાં છેલ્લા એકાદ વર્ષથી કોરોનાની મહામારી ને કારણે મૃત્યુનું પ્રમાણ ખૂબ જ વધેલ છે. તા.1/1/20 થી તા 16/1/21 દરમિયાન 28 ગામ માંછી સમાજ ના આશરે 100 તેમજ, રાજપીપળાના માછી સમાજના આશરે 52(બાવન) વ્યક્તિઓના અવસાન થયા હતા. આ બીમારીમાં પૈસા કે દવા પણ કામમાં આવતી નથી.ત્યારે આપણા સમાજને આ બીમારીથી બચાવવા માટે અને મૃત્યુ પામેલા સ્વજનોના આત્માની શાંતિ માટે માછી યુવક મંડળ રાજપીપળા દ્વારા 26/1/21ના રોજ મોટા માછીવાડ રાજપીપળા મુકામે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા