મંદિર ખુલી શકે છે શરતોને આધારે,માસ્ક પહેરીને જ પ્રવેશ અને ટેમ્પરેચર ગનથી ચેકીંગ ફરજીયાત કરાશે.- નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ. રાજકોટ.
આ નિયમોનું પાલન કરશો તો જ પ્રભુ દર્શનનો લાભ
- દરેક ભાવિકે માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક વિના પ્રવેશ નિષેધ
- મંદિર બહાર ટેમ્પરેચર ચેક કરાશે.
- દર્શન કરી તુરંત નીકળી જવાનું રહેશે, મંદિરમાં બેસી પૂજા-પાઠ નહીં કરાય.
- ભાવિકોને ચરણામૃતને બદલે પહેલા સેનિટાઈઝર અપાશે.
- પ્રસાદીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક દવાઓ પ્રસાદીરૂપે અપાશે.
- પ્રભુની પ્રતિમાને પણ એકાંતરા સેનિટાઈઝ કરાશે.
- ભાવિકો સંતોને ચરણસ્પર્શ નહીં કરી શકે, દૂરથી પ્રણામ કરવાના રહેશે.
- પૂજારી પણ માસ્ક-ગ્લોઝ પહેરી પૂજા કરશે.
- મંદિરમાં એક સમયે એકસાથે 20 જ ભાવિકોને પ્રવેશ અપાશે.
રાજકોટના ત્રણ મોટા મંદિરોએ નક્કી કર્યા નિયમો
સુરક્ષા સેતુ એપ હશે તો જ મંદિરમાં પ્રવેશ અપાશે
દર્શનાર્થીના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ ફરજિયાત હોવી જોઈએ. ભાવિકોએ મંદિરના ઓરડામાં પ્રવેશતા પહેલા મુખ્ય દરવાજા પર મૂકેલ રજિસ્ટરમાં તારીખ, સમય, નામ (પરિવારના ઓછામાં ઓછા એક સભ્યનું) અને મોબાઇલ નંબર દર્શાવવાનું રહેશે. – વૈષ્ણવ સેવાદાસ, પ્રમુખ, ઇસ્કોન મંદિર
દર્શનનો સમય ઘટાડીશું, ભાવિકોને ભેગા નહીં કરાય
ભાવિકોને માસ્ક પહેરવા ફરજિયાત રહેશે તેમજ મંદિરમાં પ્રવેશ પહેલા થર્મલ સ્કેનિંગ કરાશે. મંદિરની બહાર સેનિટાઈઝ મશીન મુકાશે. દર્શનનો સમય પણ ઘટાડીશું જેથી આખો દિવસ ભાવિકો ન આવે, એકસાથે વધુ ભક્તો ભેગા નહીં થવા દેવાય. – રાધારમણદાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ
મંદિર ખુલ્યાના 15 દી’ સુધી કોઈને પ્રવેશ નહીં
જ્યારે મંદિર ખૂલે ત્યારથી 15 દિવસ સુધી ભાવિકોને મંદિરમાં પ્રવેશ નહીં અપાય. મંદિરને સંપૂર્ણ સેનિટાઈઝ કરાશે. સ્વયંસેવકો-પૂજારી પણ માસ્ક-ગ્લોઝ પહેરશે. ભાવિકો થાળ ધરાવવા ફળ-મીઠાઈ લાવશે તે દૂર રખાશે, ભોજન પ્રસાદ સ્થગિત કરીશું. – નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ