બારડોલીમાં બોગસ પોલીસના નામે વેપારી પાસે રૂપિયા પડાવનાર 2 ઝડપાયા

સુરતઃ આ તારા પૈસા બે નંબરના છે આ પૈસાની અમને રસીદ બતાવ તારા પર ઇનકમટેક્ષનો કેસ કરવો પડશે. જો તારે તેમ ન કરવું હોય તો 50,000 લઇને નવી પારડી રાજ હોટલ પર આવી જા.’ વેપારી અને તેના મિત્રોએ બિછાવેલી જાળમાં 50 હજાર લેવા આવેલા બે બોગસ પોલીસ ઝડપાયા હતાં. ત્યારબાદ લોકોએ કામરેજ પોલીસને સોંપી દીધા હતા. જ્યારે બીજા બે ભાગી છૂટ્યા હતા