20 દિવસ સુધી કોરોનાગ્રસ્ત દીકરી સાથે રહેવા છતા પણ માતાને સંક્રમણ ન લાગ્યું Sureshvadher

માતામાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવોના કારણે સંક્રમણ ન લાગ્યુંઃ ડોક્ટર
17 દિવસમાં દીકરીના ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને માતાના નેગેટિવ
કોરોના વાયરસના સંક્રમણમાં સંપડાયેલી 18 મહિનાની દીકરીની સાથે 20 દિવસ સુધી એક જ બેડ પર રહેવા છતા માતા કોરોના સંક્રમણથી બચી રહી. ભારતમાં આવી ઘટના પહેલી વખત જ બની છે કે કોરોના સંક્રમીતની સાથે આટલા બધા દિવસ સુધી એક જ બેડ પર રહેવા છતા પણ માતાને સંક્રમણ ન લાગ્યું હોય.

પીજીઆઈ આ ઘટના પર રિસર્ચ કરાવવા માગે છે કે આવું કેવી રીતે શક્ય બન્યું. સંક્રમીત બાળકીની આટલી નજીક રહેવા છતા પણ માતાને કેવી રીતે સંક્રમણ ન લાગ્યું. 18 મહિનાની ચાહત 20એપ્રિલના રોજ સંક્રમણનો શિકાર બની હતી. માતા સીઝર 20 દિવસ સુધી તેની સાથે સાથે હોસ્પિટલમાં એક જ બેડ પર રહી હતી.

17 દિવસમાં ત્રણ વખત દીકરી ચાહતનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ માતાનો રિપોર્ટ દર વખતે નેગેટિવ જ આવ્ચો હતો. શનિવારના રોજ દિકરીનો રિપોર્ટ નેગેટિવ આવ્ચા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોવિડ સેન્ટરના ડો. રશ્મિ રંજન ગુરુએ જણાવ્યું કે માતાની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત હતી. તેમણે સતત માસ્ક લગાવેલું રાખ્યું હતું અને તેઓ વારંવાર હાથ ધોયા કરતા હતા. બાળકીને ઉધરસ અને શરદી નહતા જેના કારણે સંક્રમણ માતા સુધી ન પહોંચી શક્યું.
Sureshvadher