*એ.સી.બી. સફળ ટ્રેપ* 

*એ.સી.બી. સફળ ટ્રેપ*

 

*ફરીયાદીઃ*- એક જાગૃત નાગરીક

 

*આરોપી* : –

(૧) હર્ષદભાઇ મનહરલાલ ભોજક, હોદ્દો. આસીસ્ટન્ટ ટી.ડી.ઓ (ટાઉન ડેવલોપમેન્ટ ઓફીસર), અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશન (AMC), વિરાટનગર, અમદાવાદ. વર્ગ-૨

(૨) આશીષ કનૈયાલાલ પટેલ, (પ્રજાજન )

*ગુન્હો બન્યા તા*:- ૦૧/૦૮/૨૦૨૪

 

*લાંચની માંગણીની રકમ*:- રૂ.૨૦,૦૦,૦૦૦/- (વીસ લાખ)

*લાંચ સ્વીકારેલ રકમ*:- રૂ.૨૦,૦૦,૦૦૦/- (વીસ લાખ)

*લાંચની રીકવર કરેલ રકમઃ*- રૂ.૨૦,૦૦,૦૦૦/- (વીસ લાખ)

 

*બનાવનુ સ્થળઃ*– ઓફીસ નં.૪૧૮, અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રત્ના બીઝનેશ સ્કવેર, ચીનુભાઇ ટાવર ની સામે, આશ્રમ રોડ, અમદાવાદ

 

*ટુંક વિગતઃ* –

આ કામના ફરીયાદીની અમદાવાદ શહેરમાં વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી. જે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્રારા કબ્જો લઈ તોડી નાખવામાં આવેલ. જેથી મકાનો/ દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરેલ જેમા જણાવેલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજુ કરશો તો AMC તેઓને વૈકલ્પીક વ્યવસ્થા કરી આપશે. જેથી આ કામના ફરીયાદીએ ગવર્નમેન્ટ એપ્રુવલ એન્જીનિયર આરોપી આશીષ પટેલને મળેલ અને આરોપી આશીષ નાઓ એ ફરીયાદીને આરોપી હર્ષદભાઇ ભોજક સાથે મુલાકાત કરાવેલ અને બનાવની હકીકત થી વાકેફ કરેલ જેથી આરોપી હર્ષદ ભોજક નાઓએ ફરીયાદીને કામ કરી આપવા પેટે પ્રથમ રૂ.૫૦ લાખ લાંચની માગણી કરેલ અને આરોપી આશીષ ને રૂપિયા.૧૦ લાખ આપવાની વાત કરેલ જેથી ફરીયાદીએ રકઝક કરતા રૂ.૨૦ લાખ આપવાના નક્કી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં, લાચના છટકાનું આયોજન કરવામાં આવેલ જે લાંચ ના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, સ્વીકારી, એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યા વિગેરે બાબત.

 

*ટ્રેપીગ ઓફીસર*:-

શ્રી એન.એન.જાદવ,

પોલીસ ઇન્સ્પેક્ટર,

અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે.

*મદદમાં*:- શ્રી ડી.બી.મહેતા, પો.ઇ.એ.સી.બી, ફિલ્ડ-૩, અમદાવાદ

 

*સુપરવિઝન ઓફીસર*:-

(૧) શ્રી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ તથા

(૨) શ્રી એ.વી.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-૩, અમદાવાદ.