જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસે સાયકલોન રેલી દ્વારા લોકોને અપાયો સંદેશ.

જામનગર: વિશ્વ પર્યારાવણ દિવસ નિમિતે જામનગર ની પર્યાવરણ પ્રેમી સંસ્થા દ્વારા સાયકલ રેલી અને વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જામનગર ની લાખોટા નેચર ક્લબ, મરીન નેશનલ પાર્ક અને ફોરેસ્ટ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે વહેલી સવારે સાયકલ રેલી અને શહેરની પોલિટેકનિક કોલેજ ખાતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વહેલી સવારે શહેર ના ટાઉનહોલ પાસેથી પર્યાવરણ બચાવો, ગંદકી ના કરવી અને વૃક્ષો વાવોના સૂત્રો સાથે વિશાળ સાયકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

જે શહેર ના મુખ્ય માર્ગો પર ફરી પોલિટેકનિક કોલેજ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ રેલીમાં 6 વર્ષના બાળક થી લઈને 60 વર્ષના વૃધ્ધ સાયકલ સવાર જોડાયા હતા અને પર્યાવરણ બચાવો અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો તેમજ પોલિટેકનિક કોલેજ ખાતે લાખોટા નેચર ક્લબ ના સભ્યો, મરીન નેશનલ પાર્ક અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ સાયકલ સવારો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વૃક્ષો બચાવો માટેની તેમજ સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાત્રી શાળામાં અભ્યાસ કરતા 6 વર્ષનું બાળક જોવા મળ્યું જે ઉસ્તાહભેર આ રેલીમાં જોડાયું હતું અને અંતે તેના ઉત્સાહની ઉપસ્થિત અધિકારીઓ, તેમજ આ કલબના પ્રમુખ જગતભાઈ રાવલ દ્વારા તેની રેલીને સરાહનીય ગણાવી હતી.