સતત સામાજિક જીવન માં રચ્યોપચ્યો માણસ આજે માત્ર સોશિયલ મીડીયા થી જ એકબીજા ના સંપર્ક માં રહેવા લાગ્યો છે.આપણે અત્યારે એક એવા રોગ થી લડી રહ્યા છીએ જેની આપણી પાસે કોઇ દવા નથી પણ આપણી આજુબાજુ ના હોસ્પીટલ્સ માં ઘણા એવા દર્દીઓ છે જે અમુક ચોક્કસ પ્રકાર ની ટ્રીટમેન્ટ થી સ્વસ્થ થઇ શકે છે.
અને જેમાં આપણા સહયોગ ની જરુર છે,
એ છે ‘રક્તદાન’
આજે કામ પતાવી એ હજી અમદાવાદ થી ગાંધીનગર ઘરે ફર્યા જ હતા.જમી ને આરામ કરવા આવ્યા ત્યાં અમદાવાદ ની ઝાયડસ હોસ્પીટલ માંથી ફોન આવ્યો,”સાહેબ તમે ગયા વર્ષે એક બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો હતો એમાં બ્લડ ડોનેટ કર્યું હતું તો એ વખત નો ડેટા અમારી પાસે છે.એમાં તમારા AB+ બ્લડ ગ્રુપ ની એક પેશન્ટ ને ખૂબ જરૂર છે,અમે ઘણાં ને ફોન કર્યા પણ આ કોરોના ના લીધે કોઈ હોસ્પિટલ માં આવવા અને બ્લડ આપવા તૈયાર નથી થતાં.છેલ્લા બે મહિના થી અમુક એડમીટ પેશન્ટસ ને બ્લડ જોઈતું હોવાથી અત્યારે અમારી પાસે બ્લડ નથી.અમે બ્લડ ડોનેશન કેમ્પ નથી કરી શક્યા,તમે આવો તો સારું.”
અમે અડધી કલાક માં ત્યાં પોંહચી ગયા.
ત્યાં જઈને ખબર પડી કે એક ભાવનગર ના કેન્સર ગ્રસ્ત દર્દી ને બ્લડ ની જરૂર હતી.અમારા પરિવાર જેવા પ્રજા ગૃપ એ ગયા વર્ષ ૨૦૧૯ માં,ફ્રેંડશીપ ડે ના દિવસે ઝાઇડ્સ જોડે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો.અને એ વખત ના ડેટા માંથી કોલ આવ્યો હતો.
એમની પ્રાથમિક તપાસ કર્યા પછી એમનુ બ્લડ લેવાનાં આવ્યુ.અમદાવાદ ની મુલાકાત કેટલાય દીવસે થઇ અને એ પણ કંઇક આત્મસંતોષ થાય એવા કામ માટે.
વળતા મને રસ્તા માં કહે કે,”સ્વીટી,સંતોષ અને ખુશી થઇ કે આવા ટાઈમ માં કોઈ ને થોડો-ઘણો મદદ રૂપ થઇ શક્યો પણ…. ..પણ વિચાર આવે કે !!!!!!!”
મેં પછ્યુ,”શું? “
તો રેડિયો નું વોલ્યુમ થોડું વધારી ધીમે થી કહે ,
”ખબર નઈ આ ભાવનગર હજુ મારું કેટલું લોહી પીશે..!!!!!”😂
Proud for you
*Dear Meghdeepsinh Raol*
Love you.
સમગ્ર FRIENDS PRAJA GROUP આપ ના માટે ગૌરવ અનુભવે છે.
સલામ.
🌹🙏🏻🌹