જિલ્લામાં ચોમાસામાં ઉભી થનાર ફલડની સ્થિતી સામે રાહત અને બચાવ કામગીરી અંગે પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા સબંધિત અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરશ્રીએ બેઠક યોજી.

ગાંધીનગર : જિલ્લા કલેકટરશ્રી ડૉ.કુલદીપ આર્યએ પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા સબંધિત જિલ્લા અધિકારીઓની બેઠકયોજી હતી જેમાં પ્રારંભે જિલ્લા અધિકારીઓેને કોરોના સંક્રમણ અટકાવવાની કામગીરીમાં થયેલ કામગીરીની સરાહના કરીને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા કલેકટરશ્રીએ પ્રિમોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવા, છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે, અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા જી.ઇ.બી. પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવા તથા ટેલિફોન નંબરો અપડેટ કરવા જણાવ્યું હતું.
જિલ્લામાં આવેલ કેનાલ – રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતા હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવા નદીના પટમાં શાકભાજી વાડને તાત્કાલિક અસરથી દુર કરાવવા, વરસાદી પાણીના નિકાલમાં નગર સેવા સદનના વિસ્તારોમાં ઝૂપડપટ્ટી થઇ હોય અથવા કચરો ઠાલવીને અવરોધ ઉભો કરવામાં આવ્યો હોયતો તે દુર કરાવવા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા કોરોનાને ધ્યાનમાં રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતા જ્થ્થો ઉપલબ્ધ રાખવા જણાવ્યું હતું.
યુ.જી.વી.સી.એલ.ના કા.પા.ઇ.શ્રીને વીજ પુરવઠો જાળવી રાખવા, વાવાઝોડાના કારણે પડી ગયેલ ઇલેકટ્રીક થાંભલા ઉભા કરવા તેમજ વીજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવા જણાવ્યું હતું.
નગરપાલિકાના ચીફ ઓફિસરોને જેસીબી મશીન, બુલડોઝર, પાણીના ટેન્કર તેમજ મજૂરો તૈયાર રાખવા, જાન-માલના કિસ્સામાં મૃતદેહો સંભળવા, સોંપવા તથા નિકાલ કરવાની તૈયારીઓ રાખવા જણાવ્યું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવા જણાવ્યું.
મદદનીશ આર.ટી.ઓને જરૂરી વાહનો સાથે ઇન્સ્પેકારોની ટીમ તૈયાર કરવા તેમજ જિલ્લાના કાયમી આશ્રય સ્થાનોની વિગત મેળવી તેના રૂટ તૈયાર કરવા જણાવ્યું.
વાહન વ્યવહારના વિભાગીય નિયામકને સ્થળાંતર માટે જરૂરિયાત મુજબ એસટીઓ પૂરી પાડવા તથા બંધ અને શરૂ થતા રૂટ અંગેની માહિતી જનતાને મળી રહે તે માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવા જણાવ્યું.
જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને જિલ્લામાં સ્થળાંતર થયેલ અસરગ્રસ્તોને આશ્રય સ્થાનો, જળ ફુડ પેકેટ મળી રહે તે માટેની વ્યવસ્થા સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી ગોઠવવા પ્લાન તૈયાર કરવા જણાવ્યું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આર.રાવલ, અધિક કલેકટરશ્રી એચ.એન.જાડેજા, નાયબ જિલ્લા પોલીસ વડા શ્રી સોલંકી જિલ્લા વનસંરક્ષકશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રી, નગર પાલિકા સહિત તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા.
VVVVVVVVVVVVVVVVVVVVVVVVVV