🔴અમદાવાદ ના પૂર્વ વિસ્તાર માટે સૌથી મોટા સમાચાર
🔴પૂર્વ વિસ્તારમા કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય ના વિસ્તારમા જનજીવન થશે સામાન્ય
🔴AMC દ્વારા લેવાયો મહત્વ નો નિણર્ય
🔴10 કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય ના વિસ્તાર પૂર્વ વિસ્તાર મા ફેકટરીઓ અને મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન માટે AMC આપી મંજૂરી
🔴પૂર્વ વિસ્તાર ના 20 વોર્ડ મા મળશે મંજૂરી.
⚫️શાહીબાગ , કુબેરનગર , બાપુનગર , ઠક્કરબાપાનગર , શૈજપુર બોઘા ,ઇન્ડિયા કોલોની , સરદાર નગર , નરોડા , ભાઈપુર હાટકેશ્વર , અમરાઈવડી , વિરાટનગર , ઓઢવ , નિકોલ , વસ્ત્રાલ , રામોલ હથીજન , ઇન્દ્રપુરી , , ખોખરા , ઇસનપુર , વટવા , લાંભામાં ઉત્પાદનો ને મળી મંજૂરી
10 વોર્ડ કન્ટેઇનમેન્ટના ખડીયા , જમાલપુર , શાહપુર , દાણીલીમડા , કાલુપુર , સરસપુર , મણિનગર , બહેરામપુરા , અસારવા , આસ્ટોડિયામા નહિ ખુલે દુકાનો
⚫️અમદાવાદના કોવિડ ઈન્ચાર્જ ડો.રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કરિયાણાની દુકાનો અને ઉદ્યોગોને શરૂ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. 11 કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તાર પૂર્વ વિસ્તારમાં દુકાનો ખોલી શકાશે. ઇલેક્ટ્રિક, ગેરેજ, ચશ્માં સહિતનાં ઉદ્યોગ ફરી ધમધમતા થશે.
⚫️અમદાવાદના 11 કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર આવતાં વિસ્તારો જેવાં કે, કુબેરનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર, ઈન્ડિયા કોલોની, સરદારનગર, નરોડા, અમરાઈવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ, વટવા અને શાહીબાગમાં પણ છૂટ આપવામાં આવી છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનાં નિયમોનું પાલન કરવું પડશે. આમ, પૂર્વ અમદાવાદમાં પણ હવે છૂટછાટ આપતાં ફરીથી જનજીવન સામાન્ય બનશે.