એપ્રિલ, 2020ઃ એમેઝોન ઈન્ડિયાએ આજે દેશભરમાં રેલ થકી કન્સાઈનમેન્ટ્સ પરિવહન કરવા માટે ભારતીય રેલવે સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત કરી હોવાની ઘોષણા કરી હતી. કંપનીએ લોકડાઉનના સમયગાળામાં 55 લેન્સમાં તેની કામગીરી વધારીને ભારતીય રેલવે દ્વારા રજૂ કરાયેલી કોવિડ-19 પાર્સલ સ્પેશિયલ ટ્રેન્સનો લાભ લઈ રહી છે.
એમેઝોન ઈન્ડિયા અને ભારતીય રેલવે વચ્ચે લાંબા ગાળાની ભાગીદારીની દિશામાં આ વધુ એક પગલું છે, જે સુધારિત ગતિ અને વિશ્વસનીયતા સાથે ગ્રાહકોનાં પેકેજીસનાં પરિવહન માટે રસ્તા અને હવાઈ નેટવર્કસને પૂરક રેલ નેટવર્ક વિકસાવવા પર કેન્દ્રિત છે. ભારતીય રેલવે દ્વારા રેલવે બોર્ડ અને વેસ્ટર્ન, સેન્ટ્રલ, નોર્ધર્ન, ઈસ્ટર્ન, સાઉથ સેન્ટ્રલ, સધર્ન, સાઉથ ઈસ્ટર્ન, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર, નોર્થ વેસ્ટર્ન અને સાઉથ વેસ્ટર્નમાં તેના ઝોન્સને ટેકા સાથે લોકડાઉન દરમિયાન પરિવહન માટે ટેકો પૂરો પાડવા પૂર્વ-સક્રિય નિવારણ નિર્માણ કર્યું છે. આ બહેતર નેટવર્કથી વિક્રેતાઓ એમેઝોન ઈન્ડિયાના નેટવર્કમાં તેમની પ્રોડક્ટો દેશભરમાં મોકલી શકશે અને તેમના વેપારો ચાલુ રાખી શકશે, જેને લીધે લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની વધુ વ્યાપક પસંદગીઓને પહોંચ મળી શકશે.
આ અભૂતપૂર્વ સમયમાં દેશભરમાં અમારા ગ્રાહકો સુધી જીવનજરૂરી વસ્તુઓનો પુરવઠો પહોંચે તેની ખાતરી રાખવાનું મહત્ત્વ અમે સમજીએ છીએ. ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવેલા કોવિડ-19 પાર્સલ સ્પેશિયલ ટ્રેનોના ટેકાથી અમે બહેતર ગતિ અને ક્ષમતા સાથે ગ્રાહકોના ઓર્ડરો વધુ પરિપૂર્ણ કરી શકીશું એવો અમને વિશ્વાસ છે. અમને આ પડકારજનક સમયમાં માલસામાનની અવરજવરનું નિવારણ પ્રદાન કરવા માટે ભારતીય રેલવે દ્વારા સમયસર નિર્ણય લેવાયો તેની ખુશી છે, એમ એમેઝોન ઈન્ડિયાના એમેઝોન પરિવહન સેવાઓના ડાયરેક્ટર અભિનવ સિંહે જણાવ્યું હતું.
અમને એમેઝોન ઈન્ડિયા સાથે અમારી ભાગીદારી વિસ્તારવાની અને દેશભરમાં જનતાની જીવનજરૂરી ચીજવસ્તુઓને એમેઝોન દ્વારા પહોંચી વળાય અને પરિપૂર્ણ કરી શકાય તેની ખાતરી રાખવા માટે કોવિડ-19 પાર્સલ સ્પેશિયલ ટ્રેનોની સેવાઓ પ્રદાન કરવા ખુશી અનુભવીએ છીએ. અમે આ મહત્ત્વપૂર્ણ સમયગાળામાં ઉદ્યોગ સેવાના ગ્રાહકોને મદદરૂપ થવા માટે આ ભાગીદારી વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું, એમ ભારતીય રેલવે ખાતેનાં સૂત્રોએ જણાવ્યું હતું.
એમેઝોને તેના સહયોગીઓની સુરક્ષાની ખાતરી રાખવા સાથે સમુદાયોને સેવા આપવા માટે હંમેશાં ગ્રાહકો માટે ઉચ્ચ અગ્રતાની ચીજવસ્તુઓની ડિલિવરીને અગ્રતા આપવાની પ્રક્રિયામાં નાવીન્યતા લાવી છે. 2019માં એમેઝોન ઈન્ડિયાએ 13 લેન્સ પર ઈ-કોમર્સ પેકેજીસના આંતરશહેરી પરિવહન માટે ભારતીય રેલવે સાથે ભાગીદારી કરી હતી. અગાઉ કંપનીએ કોલકતા અને મુંબઈમાં ગ્રાહકો માટે પિકઅપ કિયોસ્ક્સ સ્થાપવા માટે પણ ભારતીય રેલવે સાથે ભાગીદારી કરી હતી.