નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા ગાઈડ બહેનો અને સ્વસહાય જૂથના આરોગ્ય વન અને એકતા નર્સરીના બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી
રાજપીપલા, તા 22
રક્ષાબંધન પર્વે નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા ગાઈડ બહેનો અને સ્વસહાય જૂથના આરોગ્ય વન અને એકતા નર્સરીના બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણીકરી હતી.નર્મદાની બહેનોએ મુખ્યમંત્રીને યશસ્વી થવાની શુભકામના પાઠવી આપના માર્ગદર્શન હેઠળ ગુજરાત ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ પ્રોજેક્ટ ના આપ સૌ આધાર સ્તંભ છો વડા પ્રધાનનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્નું પૂરું કરવા સૌને અનુરોધ કર્યો હતો.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા