મેઘાણી,કલાપી,નો કસુંબો “અઝીઝે” પીધો, ગઝલમાં ગુજરાતને શિરમોર કીધું, હું છેલછબીલો ગુજરાતી, કહેતા મારી કહું તૂટે, ભઈ ગુજરાતી હું ગુજરાતી, ભાટી એન “અઝીઝ”

ગાંડી ગીરનો “શેર” છું,
ગુર્જર વસુંધરાનો “મોર” છું,
કહેતા મારી ખુશી ખૂટે,
ભઈ ગુજરાતી હું ગુજરાતી,

મોહન,મોરારિ,ની ભૂમિને,
ગરવી ધરાનો ગુજરાતી,
સોમનાથ,દ્રારકા તીર્થધામ છે,
હું છેલછબીલો ગુજરાતી,
કહેતા મારી કહું તૂટે,
ભઈ ગુજરાતી હું ગુજરાતી,

તરણેતરનો મેળો ત્રિલોકમાં ગુંજે,
સપ્તરંગી છત્રીની ઓળખાણ નિરાળી,
ભવનાથના મેળામાં ભાત ત્રિપુરારી,
સૌ’રાષ્ટ્રની ભૂમિ દેવ દયાળી,
કાઠીયાવાડ’તો સ્વર્ગથી સુંદર,
હું છેલછબીલો ગુજરાતી,
કહેતા મારી કહું તૂટે,
ભઈ ગુજરાતી હું ગુજરાતી,

પાલીતાણાનો પ્રતાપ જુઓ,
જૈનોના તીર્થધામની શ્રુંખલા સર્જાણી,
હું છેલછબીલો ગુજરાતી,
કહેતા મારી કહું તૂટે,
ભઈ ગુજરાતી હું ગુજરાતી,

સીદી સૈયદની જાળીને કાંકરિયા તળાવ,
હઠીસિંહનાં દેરાસરોમાં કર્ણાવતી શાન સમાણી,
હું છેલછબીલો ગુજરાતી,
કહેતા મારી કહું તૂટે,
ભઈ ગુજરાતી હું ગુજરાતી,

પાટણના પટોળાને રાણકી વાવની,
દેશ-વિદેશમાં કલા પોખાણી,
હું છેલછબીલો ગુજરાતી,
કહેતા મારી કહું તૂટે,
ભઈ ગુજરાતી હું ગુજરાતી,

મોઢેરાનાં સૂર્ય મંદિરમાં નુત્ય કળાતો નિહાળો,
રંગે મઢેલ રાતનો નઝારો તો નિહાળો,
હું છેલછબીલો ગુજરાતી,
કહેતા મારી કહું તૂટે,
ભઈ ગુજરાતી હું ગુજરાતી,

બેચરાજી,અંબાજી,ચોટીલા તો આવો,
આશાપુરી કરવા કચ્છ તો પધારો,
હું છેલછબીલો ગુજરાતી,
કહેતા મારી કહું તૂટે,
ભઈ ગુજરાતી હું ગુજરાતી,

મેઘાણી,કલાપી,નો કસુંબો “અઝીઝે” પીધો,
ગઝલમાં ગુજરાતને શિરમોર કીધું,
હું છેલછબીલો ગુજરાતી,
કહેતા મારી કહું તૂટે,
ભઈ ગુજરાતી હું ગુજરાતી,

ભાટી એન “અઝીઝ”