*બાળકોના ભાવિ અને શિક્ષાની ચિંતાને ધ્યાનમાં લેતા વાર્ષિક ફીમાં 25% ની રાહત આપવાનો નિર્ણય લેતી વાડજની નિમા વિદ્યાલય*

અમદાવાદ: હાલ કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ છે લોકડાઉન થયું અને ફરી અનલોક પણ આવ્યું રોજગાર, આર્થિક મંદીની લોકોને ચારેતરફ માર પડી ખાસ કરીને આવા સમયમાં સૌથી વધુ અસર ભારતનું ભાવિ ગણાતા સ્કૂલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્કૂલ બંધ રહેવાને કારણે પડી. જેમાં બાળકો સ્કૂલ નહીં જઇ શકતા ઓનલાઇન શિક્ષણનો વારો આવ્યો અને કેટલીક પ્રાઇવેટ સ્કૂલ દ્વારા પોતાની આડાઈ અને નામ નેવે ના મુકતા વાલીઓ પાસેથી ઓનલાઇનના નામે તગડી ફી પણ વસુલ કરતા આવ્યા.

આવા કપરા સમયમાં બાળકો અને તેમના વાલીઓ બંન્નેનું હિત જળવાઈ રહે અને બાળક શિક્ષણ ક્ષેત્રે અટકે નહીં તે ઉમદા હેતુ સાથે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ નિમા વિદ્યાલય દ્વારા સ્કૂલ ફીમાં 25%નો ઘટાડો કરી એક અનોખી પહેલને ઓપ આપ્યો. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવતા ઉપરાંત ત્રિમાસિક ફી ભરવાના સ્થાને માસિક ફી ભરવાની સગવડ કરી આપવામાં આવતા વાલીઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી અને તેઓ દ્વારા સ્કૂલ દ્વારા લેવાયેલ નિર્ણયને સરાહનીય ગણાવ્યો હતો.

આજે ઘણી પ્રાઇવેટ સ્કૂલો દ્વારા શિક્ષણના નામે ઘણી તગડી ફી વસુલ કરવામાં કોઈ કચાસ રાખવામાં આવી નહોતી ત્યારે આવા કોરોના મહામારીના કપરા સમયમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ આમ ત્રણેયને એક છત નીચે એક પાંખ બનાવી સાથે ચાલવાની અને શિક્ષણમાં બાળકોનું ભવિષ્ય ન વેડફાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું નિમા વિદ્યાલયના આચાર્ય સહદેવસિંહ સોનગરા દ્વારા જણાવવામાં આવ્યું હતું. સ્કૂલ મંડળ દ્વારા બાળકોનું ભવિષ્ય ન વેડફાય એટલે અડધા પગારે પણ શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખતા ગયા વર્ષની ફી ભરવા માટે વાલીઓને પણ આવા કપરા સમયમાં સાથ આપતા તેઓને 6 મહિનાનો સમય પ્રદાન કરવામાં આવ્યો જે ખરેખર પ્રસંશનીય કહી શકાય.