રાજયના ખોરાક ઔષધ નિયમન તંત્રને મળેલ માહિતીના આધારે પાટણ ખાતે આવેલ સાંઇ-કુટિર બંગ્લોઝની સિક્યુરીટી ઓફિસ ખાતે “કોડીન ઘટક ધરાવતી કફ સિરપ” તથા અન્ય નશાકારક ગોળીઓનો મોટો જથ્થો સંગ્રહ કરેલ હોવાનું ધ્યાને આવતાં ફુડ એન્ડ ડ્રગ્સની મહેસાણા અને પાટણ ઓફિસની સંયુકત ટીમે સદરહું જગ્ય્યાએ તા ૨૬-૦૪-૨૦૨૦ના રોજ પાટણ ખાતે રેડ કરતાં આ જગ્યાએથી (૧) કોડીન સિરપ, ૮૪૦ × ૧૦૦ એમ.એલ, (૨) ટ્રેમાડોલ કેપ્સુલ ૩૨૦૦ કેપ્સુલ તથા (૩) અલ્પ્રાજોલમ ટેબલેટ ૫૮,૨૦૦ ટેબલેટનો જથ્થો મળી આવેલ આ ત્રણેય દવાઓ મે. સી.બી. હેલ્થકેર, સોલન, હિમાચલ પ્રદેશ દ્રારા ઉત્પાદન કરવામાં આવેલ તથા માર્કેટબાય: વી.કેર ફાર્મા, કલોલ, ગાંધીનગર દર્શાવેલ.
આ દવાઓ માન્ય પરવાના વગરની જગ્યાએ સંગ્રહ કરી તેનું મોટા પાયે ખરીદ-વેચાણ કરી આવી દવાઓનો નશા માટે ઉપયોગ થતો હોવાનું તપાસ દરમ્યાન ધ્યાને આવતાં નાર્કોટીક કંટ્રોલ વિભાગનો સંપર્ક કરી નાર્કોટીક કંટ્રોલના અધિકારીઓને સાથે રાખી ઉક્ત દવાઓ પંચનામાં હેઠળ જપ્ત કરવામાં આવેલ છે તથા આ દવાઓ જીમિત પટેલ, વૈરાઇ ચકલા, પાટણની માલિકીની હોવાનું તપાસમાં જણવા મળેલ આથી તેઓને ત્યાં આ દવાઓ જપ્ત કરેલ. આ ત્રણેય દવાના લેબલ ઉપર દર્શાવેલ માર્કેટીંગ પેઢી મેસર્સ, વી.કેર ફાર્મા, કલોલ, આવા કોઇ માન્ય પરવાનાં ધરાવતા ન હોવાનું ધ્યાને આવેલ છે.
આમ, નશાકારક દવાઓનો મોટા જથ્થો અસામાજીક તત્વો દ્રારા ખરીદ-વેચાણ કરાતુ હોય એન.ડી.પી.સી. (નાર્કોટીંગ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ) એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
******