*દુનિયા નું સૌથી લાંબુ લોકડાઉન* _એ હતું ૨૨૦૦ દિવસનું ‘લોક ડાઉન’_ *– અમારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ સમય.*

વાંચીને રૂંવાડાં ઊભાં થઈ ગયા ને?
*સત્ય દ્વારા દ્વારા દરહકીકત છે.*
***

અહીં તો _જગતના સૌથી મોટા લોકડાઉન_ ની વાત છે જે _બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન_ *૨૨૦૦ દિવસ અર્થાત ૫૨,૦૦૦ કલાક જેટલું ચાલ્યું હતું.*
***

એક સપ્ટેમ્બર ૧૯૩૯ દરમ્યાન બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એની સાથે જગતનો લાંબામાં લાંબો લોકડાઉન ચાલુ થયો.

શરૂઆતમાં જર્મનો (નાઝી – હિટલર) એ પોલેન્ડ પર હુમલા શરૂ કર્યા.
બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડને સપોર્ટ આપ્યો.
બ્રિટન, ફ્રાંસ અને જર્મનીના *આશરે ૫ કરોડ લોકો આ યુધ્ધમાં મૃત્યુ પામ્યા હતા.*
_પણ અહીં આપણે યુદ્ધની વાત નથી કરવી પણ *લોકડાઉનની વાત પર આવીએ.*_
***
_છ વર્ષ(૨૨૦૦ દિવસ) સુધી_ આ ત્રણેય દેશોમાં _લોકોનું જીવન કેવું હતું તેની સરખામણી_ આપણા અત્યારના લોકડાઉન સાથે કરીએ તો..
આપણે કેટલા સુખી છીએ અને લોકડાઉન છતાં _કેટલી ઓછી તકલીફો_ આપણને છે તે સ્વીકારી શકીશું.
***

આઝાદી પછી જન્મેલ, _આપણા દેશની,_ ૭૦ વર્ષમાંની _ત્રણ પેઢીઓ_ એ
_૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ માં થયેલાં યુધ્ધો_ જોયા.

આ યુધ્ધોનો સમયગાળો
૧૫ દિવસથી ત્રણ માસનો હતો.
દેશના ચોક્કસ વિસ્તાર પર જ આ યુધ્ધોની વધારે અસર હતી.
દેશના ૯૦% ભાગમાં જનજીવન સામાન્ય હતું.
ભૌતિક સુખસગવડ સાથે ઉછરેલી આ ત્રણ પેઢીઓને *દુઃખ/હાલાકી ખરેખર કેવાં હોય તેની ખબર નથી.*
***

૧/૦૯/૧૯૩૯ થી ૨/૦૯/૧૯૪૫
સુધીના,
*’બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન’* ના
લોકડાઉન સમયગાળામાં,
બ્રિટનની અને જર્મનીની પ્રજાએ;
_સામાજિક, કૌટુંબિક અને આર્થિક તકલીફો; *જે વેઠી તે* ની સરખામણીમાં_ અત્યારે આપણને એક ટકો પણ મુશ્કેલીઓ નથી.

આ ૨૨૦૦ દિવસના (છ વર્ષના) ગાળા દરમ્યાનનું બ્રિટન અને જર્મનીનું લોકડાઉન સમયનું લોકજીવન જોઈએ..
***

*સાંજ પછી અંધારપટ:*
સાંજના છ પછી આ દેશોના મોટાભાગના વિસ્તારમાં અંધારપટ છવાઈ જતો.
લોકોને હવાઈ હુમલાનો સતત ડર રહેતો.
દુશ્મન દેશો દ્વારા
કોઈ ગેસ હુમલો થશે અને શ્વાસની તકલીફોથી લાખો લોકોનાં મૃત્યું થઈ શકે છે તેવું સરકારે જ જાહેર કર્યું હતું.
આથી સાંજના છ પછી
_લોકો ઘરમાં જ, ગેસ_માસ્ક પહેરીને બેસી રહેતા._
લાઈટ કે ફાનસથી ઘરમાં અજવાળું કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ હતો.

*_ગેસ–હવાઈ હુમલાનો ડર_*

ગમે તે સમયે સાયરન વાગે એટલે લોકોએ ગામમાં નક્કી કરેલા સલામત સ્થળો જેમકે
શાળા, મ્યુઝીયમ, ચર્ચ, ટ્યુબ સ્ટેશનો કે બંકરોમાં દોડીને જતા રહેવું પડતું;

*_અને કલાકો કે દિવસો સુધી છુપાઈ રહેવું પડતું._*
ગેસ હુમલો કે હવાઈ હુમલો થાય તો પણ આ સ્થળો સલામત સ્થળો હતા.

*_પણ_, ત્યાં ખાવાપીવાની વ્યવસ્થાનું નક્કી ના હોય.*
***

_*માહિતીનું આદાનપ્રદાન:*_
આંશિક પત્રવ્યવહાર, રેડિઓ અને અઠવાડિયા જુનાં છાપાં દ્વારા માહિતીનું આદાનપ્રદાન થતું.
_અત્યારના જેવા ટીવી, સોશિયલ મીડિયા અને ખુબ સરળ રીતે મોબાઈલ ફોન દ્વારા થતા સામાજિક સંપર્કો *તે સમયે ન હતા.*_

*આ ત્રણેય વિના એક દિવસ કેવો જાય તેનો અનુભવ આપણે અત્યારે કરવા જેવો છે..*
_તો ખબર પડે કે ૨૨૦૦ દિવસ કેમના જાય?_

_*પુરુષ વર્ગની ફરજો:*_
૧૭ થી ૬૦ વર્ષની વયના પુરુષોએ _ફરજિયાતપણે દેશના સૈન્યમાં સેવા આપવા જવું પડતું._
ઘરના મુખ્ય પુરુષ દેશ વતી લડવા જાય પછી..

_ક્યાં છે? ક્યારે પાછા આવશે? જીવે છે કે મૃત્યુ પામ્યા છે?_

તેવા પ્રશ્નોના કોઈ જ જવાબો કોઈની પાસે નહતા.
અમુક વિસ્તારોમાં રહેતા લોકો અને લશ્કરની ચોક્કસ રેન્કના અધિકારીઓના ઘરને જ તેમના પુરુષવર્ગ સાથે પત્રવ્યવહાર દ્વારા સમ્પર્ક થતો.
***
_*રેશનની વસ્તુઓની ઉપલબ્ધતા:*_

રેશનની વસ્તુઓની _સતત તંગી_ રહેતી.

મહિલાઓએ પોતાના ગામથી અમુક માઈલ દૂર પગપાળા જઈ; ત્યાંની રાહત છાવણીઓ કે ઉભી કરેલી હોસ્પિટલોમાં અમુક કલાકો સેવા આપવી પડતી.
*તેમણે આપેલી સેવાના કલાકો પ્રમાણે ફળ, ઈંડા કે અનાજ મળતા.*
તે લાવીને ઘરે બાળકોને ભોજન આપી શકતી.
શાકભાજી મોટાભાગે લોકો પોતાના ઘર કે મહોલ્લામાં જ ઉગાડી લેતા.
રાહત છાવણીમાં જવાથી રેશન ઉપરાંત બીજા ફાયદા એ પણ રહેતા કે
_”દેશ સેવા કરી” તેવો આત્મસંતોષ રહેતો_ અને
કદાચ, તેમના પતિના કે પુરુષવર્ગના કોઈ સમાચાર, કોઈના દ્વારા મળી જાય..
***

_*ભણતર:*_
_માત્ર ૧૦% જેટલા વિધાર્થીઓ જ આ સમયગાળા દરમ્યાન ભણી શક્યા._ મોટાભાગની શાળાઓ યુધ્ધ છાવણી અને હોસ્પિટલમાં ફેરવાઈ ગઈ હતી.
*અમુક શાળાઓમાં યુધ્ધનો શસ્ત્ર સરંજામ બનતો અને રખાતો.*
અમુક શાળાઓમાં મહિનાના બે-ત્રણ દિવસ વિધાર્થીઓને બોલાવી આખા મહિનાનું હોમવર્ક આપી દેવામાં આવતું.
_જે શાળામાં બેઝમેન્ટ હોય ત્યાં જ વર્ગો ચાલતા._
***

_*ટીનએઈજ દીકરીઓ:*_

*_સૌથી દુઃખદાયક પરિસ્થિતિ ટીનએઈજ દીકરીઓની હતી._*

ઘણી ટીનએઈજ દીકરીઓને તેની સગી જનેતાએ જ ચહેરા પર ડામ દઈ, વાળ કાપી, કદરૂપી બનાવી દીધી હતી.
તેને કેટલાય દિવસ સુધી ન્હાવા ના દેવાય..
તેના શરીરમાંથી એટલી દુર્ગંધ આવવી જોઈએ કે કોઈ તેની નજીક ના જઈ શકે.

આવું બધું માતાએ એટલા માટે કરવું પડતું કે
_’તેમની દીકરીઓને દુશ્મન દેશોના સૈનિકો ઉઠાવી જશે’_
તેવો માતાને સતત ભય રહેતો.

*પોતાની સગી દીકરીઓ પર, આવો અત્યાચાર સગી જનેતાએ કરવો પડતો.*
***

_*તૂટેલું કુટુંબજીવન:*_

_લગભગ ૪૦ થી ૫૦ % કુટુંબ તૂટી ગયાં હતાં._

એક-બે વ્યક્તિનું યુધ્ધમાં કે કોઈ રોગથી મૃત્યુ થયું હોય અથવા લાપત્તા હોય તેવી પરિસ્થિતિ ઘેર ઘેર હતી.

_માતાપિતા એમ બંનેનો પ્રેમ બહુ ઓછા બાળકોએ મેળવ્યો._

અત્યારે જે આપણે જોઈએ છીએ કે સંયુક્ત કુટુંબમાં દાદા-દાદી હોય, કાકા, મામા, ફોઈ કે માસીના સગપણ હોય તેવો અનુભવ તો આ બાળકોએ કર્યો જ ન હતો.
પોતાને કોઈ કાકા કે મામા છે અને તેઓ ક્યા શહેરમાં રહે છે તેમના નામ અને ફોટાથી જોવા મળ્યા હોય.

_*ટીનએઈજ બાળકોની પ્રવૃત્તિ:*_

_૧૩ થી ૧૭ વર્ષના છોકરાએ અને છોકરીઓએ *દેશસેવાના કોઈ પણ કામમાં* પોતાનું નામ રજીસ્ટર કરાવવું પડતું._

અનાજ વિતરણ, જુના કપડાના અને સૂઝના એક્સચેન્જ પ્રોગ્રામના કામો ટીનએઈજ બાળકો જ કરતા.

_નવા કપડા અને સૂઝનું ઉત્પાદન લગભગ બંધ જ થઇ ગયું હતું._
***

*_વાંચન લેખન અને લાયબ્રેરીઓ:_*

બંને દેશોમાં એક સામાન્ય વસ્તુ જોવા મળી તે હતી – લાયબ્રેરીઓ.
બાળકો ભણી શક્યા નહીં પણ ફુરસદના સમયમાં લાયબ્રેરીનો ખુબ ઉપયોગ કરતા.
દેશના અંતરિયાળ ગામોની લાયબ્રેરીમાં અઠવાડિયા જુના છાપા આવતા તેની આતુરતા પૂર્વક રાહ જોવાતી. *એ વખતે બાળકોએ લખેલી ડાયરીઓ અને પુસ્તકોમાંથી, અમુક, પછીથી, બેસ્ટ સેલર થયા.*
ઘણી લાયબ્રેરીઓમાંના પુસ્તકો કોઈ એક ઓરડામાં અથવા બેઝમેન્ટમાં ખસેડી દેવામાં આવ્યા હતા.

_બાકીના ભાગોનો ઉપયોગ હોસ્પિટલ તરીકે અથવા જે વપરાતા સાધનોની મરામત માટે થતો._

દિવસમાં ચાર વખત રેડિયો પર આવતા સમાચારો સાંભળવા લોકો ટોળે વળતા.
આ સમાચારો મોટેભાગે યુધ્ધને અનુલક્ષીને જ રહેતા.
_પોતાના દેશની તરફેણમાં આવતા સમાચાર સાંભળી લોકો શેરીમાં નૃત્ય કરવા આવી જતા._
***

*_નવાં માતાપિતા:_*
યુધ્ધ પૂરું થયાં પછી
*બન્ને દેશોના ૩૦% લોકો પાસે રહેવાલાયક ઘરો રહ્યા ન હતા.*

યુધ્ધ પૂરું થયાના _દિવસો સુધી લાવારીસ બાળકો અને વૃધ્ધો, ભૂખ્યા અને તરસ્યા હોય તેવી સ્થિતિમાં_ દેશના અંતરિયાળ વિસ્તારોમાંથી મળ્યા.

અનાથ બાળકોને હવે નવા માતાપિતા પાસે રહેવાનું આવ્યું.
ભાઈ-બહેનો છુટા પડી ગયા.
ભાઈને ક્યાં કોને દત્તક આપવામાં આવ્યો છે તે બહેનને ખબર ના હોય.

છ વર્ષનો કપરો સમય સાથે કાઢી અચાનક છુટા પડી,
ક્યાં, કોની પાસે, ભાઈ કે બહેન છે..
તે પણ ખબર ના પડે એ _બાળકોની મનોસ્થિતિ કેવી હશે?_
બાર વર્ષના એક બાળકને કહેવામાં આવે કે,
‘કાલથી આ દંપત્તિ તારા માતાપિતા છે અને બાકીનું જીવન હવે તેમની સાથે તારે પસાર કરવાનું છે..’
ત્યારે, તે બાળકને કેવું લાગતું હશે?
ઘણી સંસ્થાઓએ છુટા પડી ગયેલા બાળકોને પછીથી મેળવી આપ્યા.

આવાં મિલનની ઘટનાઓ ૨૦મી સદી પૂરી થઈ ત્યાં સુધી ચાલી.
પછીથી કમ્પ્યુટર યુગ આવી જતા
_ઈન્ટરનેટના માધ્યમથી અમુક ભાઈ બહેનો ૫૦ વર્ષ પછી મળ્યા._
***

*_યુધ્ધ પછીની સ્થિતિ:_*

બીજું વિશ્વયુધ્ધ પૂરું થયું તે પછી પણ જર્મની અને બ્રિટનમાં લોકોને _માનસિક રીતે યુધ્ધનો ભય છોડી *સામાન્ય જીવન* પદ્ધતિમાં_ *આવતા દસ વર્ષ લાગ્યા.*

તેઓ સાંજના છ વાગ્યા પછી
_અંધારપટમાં જીવવા_ ટેવાઈ ગયા હતા.
યુધ્ધ પૂરું થયાના વર્ષો સુધી સાંજ પછી તેઓ _બહાર નીકળવાનું_ ટાળતા.
*શારીરિક અને માનસિક રીતે તેઓ કોઈ જ પ્રોડક્ટીવ કામ સાંજ પછી કરી શકતા ન હતા.*

આ દેશોમાં
*અનાજ અને બળતણ* (ફ્યુઅલ) નિયમિત રીતે મળતું થતા થતા સુધીમાં,
૧૯૫૪ – ૧૯૫૫નું વર્ષ આવી ગયું હતું.
***

*_જીવન આવું પણ હોઈ શકે?_*

_૧૯૪૫ પછીની પહેલી ક્રિસમસ આવી ત્યારે_

લંડનની શેરીઓમાં ઘણા લોકો ડાન્સ કરવા ઉતરી આવ્યા..
*ત્યારે સંગીત, ડાન્સ અને સુંદર ભોજન મળવાથી ઘણા બાળકોને, કોઈ નવા ગ્રહ પર આવી ગયા હોય તેવી અનુભૂતિ થઈ.*
_માનવજીવનમાં મોજશોખની આવી વસ્તુઓ પણ હોય છે તેવું તે લોકો માની પણ નોતા શકતા._

_*જીવનનો સર્વશ્રેષ્ઠ સમય:*_

_સતત છ વર્ષ સુધી_
_સાંજ પછી અંધારામાં રહીને,_
_ફોન વિના સમય પસાર કરીને,_
_ખાવાના ઠેકાણા વિનાના દિવસો કાઢીને,_
_પરિવારજનોને ગુમાવ્યાનું સ્વીકારીને,_ તેમજ
_ભણ્યા વિના પણ આગળ વધ્યા_..
જેવી પરિસ્થિતિ..
છતાં
આ બાળકો મોટા થયા ત્યારે..

_તેમનો આ_
_૧૯૩૯ થી ૧૯૪૫ ના સમયને યાદ કરી કહેતા હતા કે,_

_*‘તે સમય અમારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ સમય હતો.’*_
~ડો.આશિષ ચોક્સી
( drashishchokshi.com )