*ગુજરાતના વૈજ્ઞાનિકોને કોરોના બાબતે મળી સૌથી મોટી સફળતા, સમગ્ર દુનિયા માટે આશા જાગી*

કોરોના સામેની લડાઇમાં ગુજરાતના વૈજ્ઞાનિકોને સૌથી મોટી સફળતા મળી છે. ગુજરાત સરકારના ગુજરાત બાયોટેકનોલોજી રિસર્સ સેન્ટરે કોરોનાનું વંશસુત્ર શોધ્યું છે. ગુજરાતના વૈજ્ઞાનિકોએ શોધેલા જીનોમ સિકવન્સ કોરોનાથી પીડિત આખી દુનિયા માટે આશિર્વાદરૂપ બનશે. મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વીટર પેજ પર આ મામલે સત્તાવાર જાણકારી આપી છે.
*કોરોનાનું વંશસૂત્ર શોધી કાઢ્યુ*
ગુજરાત સરકારની ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકન્સ શોધી લેવાયું છે. તેના કારણે કોરોનાથી પીડિત આખી દુનિયાને આશીર્વાદરૂપ બનશે. CMOના ટ્વિટર પેજ પર આની માહિતી આપી છે.
*કોરોનાની દવા. રસી શોધવામાં મળશે મદદ*
ગુજરાત બાયોટેક્નોલોજીએ શોધેલા કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સીકવન્સથી કોરોના વાઈરસની દવા, રસી અને આડઅસર સહિતની બાબતો શોધવી સરળ બની રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે, વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની માહિતી મેળવવામાં અસફળ રહ્યા હતા, ત્યારે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધ સમગ્ર માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે