વરસાદ ખેચાતા કરજણ ડેમમા માત્ર 43.79% પાણી બચ્યું.

વરસાદ ખેચાતા કરજણ ડેમમા માત્ર 43.79% પાણી બચ્યું.

56% ડેમ ખાલી થઈ ગયો

કરજણ ડેમના બન્ને સ્મોલ હાઇડ્રોપાવર બંધ પડ્યા

રાજપીપલા, તા.9

નર્મદા જિલ્લામા વરસાદ ખેંચાયો છે.જિલ્લા મા વરસાદ પડતો હોવાથી ભર ચોમાસે અસહ્ય ગરમી પડી રહી છે. વરસાદ અદ્રશ્ય થયો હોવાથી નર્મદાના તમામ ડેમોમા પાણીની આવક ઘટી જવા પામી છે. ડેમો ખાલી થવા માંડયા છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીની આવક ઘટી રહી છે.હાલ કરજણ ડેમમાં વરસાદ ખેચાતા માત્ર 43.79% પાણી બચ્યુંછે. અર્થાત 56% ડેમ ખાલી થઈ ગયો છે.કરજણ ડેમના બન્ને સ્મોલ હાઇડ્રોપાવર પણ બંધ પડતા વીજ ઉત્પાદનથપ્પ થઈ ગયું છે.
હાલ કરજણ ડેમનીસપાટી 102.01 મીટર છે.લાઈવ સ્ટોરેજ 211.91 મિલિયન ઘન મીટર છે.
જયારે ગ્રોસ સ્ટોરેજ 235.92
મિલિયન ઘન મીટર છે.
હાલ વરસાદ ખેંચાયો હોવાથી ગરમીને કારણે બાષ્પીભવન થઈ જવાથી ડેમનું પાણી ઉડી જવાથી પણ પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. હજી વરસાદ ખેંચાતા ખેતીના પાક અને બિયારણ નષ્ટ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.ત્યારે ખેડૂતો સિંચાઈ માટે કરજણ જળાશય ના કેનાલોમા પાણી છોડવાની માંગ ઉઠી છે. ત્યારે ડેમહજી ખાલી થશે.જો આ સપ્તાહમાં સારો વરસાદ નહીં પડેતો ડેમોની સ્થિતિ નાજુક બની શકે છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા