રાજસ્થાન સરકાર દ્વારા માહારાણા પ્રતાપનો ઈતિહાસ સાથે છેડછાડ. રાજપૂતો અને રાજ પરિવારોમાં ભારે રોષની લાગણી ભભૂકી.

જયપુર :રાજસ્થાન શિક્ષણ બોર્ડના છબરડાથી વિવાદ સર્જાયો છે. ધોરણ 10ના બે વર્જનમાં અલગ અલગ વર્ણનથી રાજપુત નેતા અને રાજપરિવારમાં રોષ વ્યાપ્યો છે. ઓનલાઇન ટેક્સબુકમાં મહારાણા પ્રતાપ અંગે અપમાનજનક લેખ છે.
સામાજિક વિજ્ઞાનના પુસ્તક “રાજસ્થાન કે ઇતિહાસ ઔર સંસ્કૃતિ”માં હલ્દીઘાટીની લડાઇ અંગે લખ્યું છે કે આ જંગ રાણા પ્રતાપ હારી ગયા હતા.
ભાજપ સાંસદ અને જયપુરનાં પૂર્વ વંશજ દિયા કુમારીએ કહ્યું કે કોંગ્રેસ સરકારના ઇતિહાસવિદોએ મહારાણા ઉદય સિંહ, મહારાણા પ્રતાપ અને હલ્દીઘાટીનું અપમાન કર્યું છે. ઇતિહાસ સાથે ચેડાં માત્ર કોંગ્રેસના જ શાસનમાં થયું છે.”