સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પછી નર્મદા ડેમનો મહત્વ જરા પણ ઘટ્યું નથી.
નર્મદા ડેમ ગુજરાતની સાચા અર્થમાં કાયમી ધોરણે ગુજરાતની જીવાદોરી સમાન બની રહેશે.
પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુથી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વખત સુધી ની નર્મદા ડેમની વણથંભી સફર.
ડેમના 30 ગેટ બંધ કરીને નર્મદા ડેમ નું લોકાર્પણ થયાં એ બે વર્ષ પૂર્ણ.
નર્મદા ડેમનો પાયો નાખનાર પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ ખાતમુહુર્ત કર્યું અને છેલ્લા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખતમાં ડેમની કામગીરી પૂર્ણ થઇ.
60 વર્ષમાં ડેમના કામકાજમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા.
રાજપીપળા, તા. 4
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનો 5 એપ્રિલેના રોજ થયો હતો જન્મ દિવસ ઉજવાશે પણ નર્મદા ડેમ થી માત્ર 3 કિ.મી.દૂર સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાને લોકાર્પણ કર્યાં પછી પ્રવાસીઓમાં નર્મદા ડેમનું આકર્ષણ જરા પણ ઘટ્યું નથી આજે નર્મદા ડેમમાં 60 વર્ષનો થયો છે નર્મદા ડેમમાં ના 6 દાયકા પૂરા થયા છે નર્મદા ડેમમાં આજે સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની રહ્યો છે.
આજે નર્મદા ડેમનું કામ કાજ બે વર્ષથી પૂર્ણ થયેલ છે ત્યારે ગુજરાતની 6.5 કરોડની જનતા માટે અને ગુજરાત સરકાર માટે સાચા અર્થમાં ગુજરાત ગૌરવ દિન બની રહેશે 5 એપ્રિલ 1960 ના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ડેમના પાયાનો ખાતમુહુર્ત કર્યું હતું અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમ નું લોકાર્પણ કરી રાષ્ટ્રની સૌથી મોટી બહુહેતુક યોજના સમર્પિત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ડેમની ઉંચાઇ 121.92 મીટરે ની વધારવાની પરવાનગી આપતા નર્મદા ડેમની મહત્તમ ઉંચાઇ 141.50 મીટર પૂર્ણ થઇ છે અને ડેમના 30 ગેટ લાગી ગયા છે 121.92 મીટર સુધીની ઊંચાઇ એ ગેટ મુકાયા છે જેમાં 60 – 60 ના 7 અને 60-65 ના 23 ગેટ મળી કુલ 30 ગેટ લાગી ગયા છે. હવે આ દરવાજા ખોલવા થી તેમાંથી એક લાખ ક્યુસેક પાણી બહાર કાઢી શકાશે ડેમનું પાણી વેડફાઇ જતું હતું પરંતુ હવે 30 ગેટ લાગ્યા પછી ડેમનું પાણી સિંચાઈ તેમજ વીજ ઉત્પાદનમાં વપરાય રહ્યું છે.
ઉપરાંત નર્મદા ડેમ સ્થળે 200 મેગાવોટ ના 6 યુનિટ દ્વારા 1250 મેગાવોટ અને 50 મેગાવોટના પાંચ યુનિટના 250 મેગાવોટ મળી કુલ 1450 મેગાવોટ વીજ ઉત્પાદન દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ને અનુક્રમે 16% 27% ને 57% વીજળી મળી રહે છે નર્મદા ડેમ નું મોટું સાહસ અને નજરાણું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી લાંબી 458 કિ.મી ની કેનાલ દ્વારા ગુજરાતના 4000 ગામડાઓને સિંચાઇનો લાભ મળી રહ્યો છે અને 10,000 ગામડાઓની પીવાના પાણીનો લાભ મળે છે રાજ્યના 15 જિલ્લાઓમાં 19 લાખ હેક્ટરમાં સિંચાઇ માટે નર્મદાના નીર પહોંચાડશે જેને કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થશે.
હવે નર્મદા ડેમની પાણીની સંગ્રહની શક્તિ 1.27 મિલિયન એકર ફૂટ થી ત્રણ ગણી વધીને 4.75 me અને એક ફૂટ થઈ છે ગુજરાત હંમેશા પીવાના તથા સિંચાઇના પાણી માટે નર્મદા યોજના આધારિત રહયું છે નર્મદા ડેમના પાણીથી ગુજરાત અંદાજે 10 હજાર ગામડાંઓ અને 150 ગામોને પીવાનું પાણી પૂરું પડાઇ રહ્યું છે. અને હાલમાં 8000 ગામો અને 118 શહેરી વિસ્તારોમાં નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડ્યું છે. રાજકોટમાં આજી ડેમમાં નર્મદાના પાણી પહોંચ્યું છે, ત્યારે સાચા અર્થમાં નર્મદા ડેમ સતત ગુજરાતી અને ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ પુરવાર થઇ છે આ આ સૌ માટે આનંદ અને ગૌરવ લેવા જેવી વાત છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.