રાજપીપળા, તા. 4
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વર્ષે 40 લાખ કરતાં વધારે પ્રવાસીઓ આવે છે. ત્યારે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરલોક ડાઉનના કારણે પ્રવાસીઓ માટે બંધ છે. ત્યારે કહી શકાય કે ખુદ 182 મીટર ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જાણે સ્વયંભૂ હોમ કોરોનટાઈન થઈ ગઈ હોય તેવું લાગે છે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલકો માટે સિક્યુરિટીના માણસો આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કમિશનર નિલેશ દુબે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અમે ત્રણ હજાર કરતાં પણ વધારે પ્રવાસીઓને તેમના ટિકિટનાં પરત ફર્યા છે. અત્યાર સુધીમાં અંદાજીત પાંચ લાખ રૂપિયા જેટલી રકમ પરત કરી છે. હાલમાં તેઓ એટલા માટે ખાસ તો આવે છે કે હાલમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રવાસન સ્થળો છે. જેની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓ હોય છે. તેમને પણ પગાર થી લઈને અન્ય જરૂરિયાત મળી રહે તેનું અમે આયોજન કર્યું છે જો કે હાલ તમામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટો બંધ રાખી રહેતા રસ્તાઓ પણ સુમસામભાસી રહ્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા