કૉંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કરાતા જામનગર શહેર ભાજપ દ્વારા યોજાયો ધરણા કાર્યક્રમ

જીએનએ જામનગર: કોંગ્રેસપક્ષના લોકસભાના નેતા શ્રી અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે “રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની” જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કર્યો છે તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર દ્વારા લાલ બંગલા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવેલ. સોનિયા ગાંધી આ તબબકે માફી માંગે તેવી માંગ કરવામાં આવેલ.

આ ધરણા પ્રદર્શનમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કટારીયા, પૂર્વ પ્રમુખ હિતેનભાઈ ભટ્ટ, મુકેશ દાશાણી, ભાજપ અગ્રણી જીતુભાઇ લાલ, સહિત કોર્પોરેટરો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ધરણા પ્રદર્શન કરેલ.

ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના સહકન્વીનર દીપાબેન સોનીની અખબારી યાદીમાં જણાવ્યું હતું.