TRACKING MUKESH PADSALA: *સર્જાત્મક ક્વોરોન્ટાઈન* અથવા *તનાવ મુક્ત ક્વોરોન્ટાઈન*

કોવિદ-૧૯ ના કારણે હાલ માં સરકારશ્રી દ્વારા તારીખ ૨૫-૩-૨૦૨૦ થી તારીખ ૧૪-૪-૨૦૨૦ સુધી સમગ્ર દેશ માં લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે અને લોકો ને ઘર માં જ રહેવા સૂચના અપાયેલ અપાયેલ છે. ઘણા લોકો હવે કોરોના વાઇરસ અને તેને લગતી વાતો/સમાચાર/ જાહેરાતો/ ગાઈડ લાઇન્સ/ આર્ટિકલ્સ વિગેરે થી થાકી ગયા છે. તેઓ ને આ સ્ટ્રેસ ભર્યા સમય માં થોડી રાહત આપવાના પ્રયાસ રૂપે YHAI ગુજરાત રાજ્ય શાખા ની યુથ ટીમ દ્વારા ઓન લાઇન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે જે અંતર્ગત આપણા મેમ્બરો તેમની અલગ અલગ કૃતિઓ ઓન લાઈન અપલોડ કરશે. આ પ્રોજેક્ટ માટે આપણી રાજ્ય શાખા ના એક્ટિવ યુવાઓ સાથે ચર્ચા કરી તે તમામ ને આ પ્રોજેક્ટ માટે આમંત્રણ આપવામાં આવેલ. જે યુવા ઓ આ પ્રોજેક્ટ માટે સમય આપી કામ કરવા સંમત થયેલ છે તેવા નીચે મુજબ ના યુવા ઓ ની એક કમિટી બનાવી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે.

૧. ડો. પ્રજ્ઞા બેંકર.
૨. વિશાલ પારેખ.
૩. જયદીપ ચાંપાનેરી.
૪.કુ. કેતા ભટ્ટ.
૫. કુ. રિધ્ધિ દવે.

સ્ટેટ ચેરમેન ઓવર ઓલ સુપર વિઝન રાખશે.

આ સિવાય અન્ય યુવાઓ તેમની અનુકૂળતા મુજબ આ કામ માટે સમય આપશે.

આ પ્રોજેક્ટ ની વિગત લિંક સાથે અપલોડ કરી છે. આપની કક્ષા એથી બહોળી પ્રસિદ્ધિ કરવા વિનંતી જેથી વધુ માં વધુ લોકો ભાગ લઇ શકે.
આ સમગ્ર પ્રોજેક્ટ નું સમગ્ર કામ માત્ર ત્રણ દિવસ માં પૂર્ણ કરવામાં. આવેલ છે અને કઈ પણ ખર્ચ થનાર નથી જે આપણી જાણ માટે.
રાજ્ય શાખા આ યુવાઓ તથા તે માટે ની સમિતિ નો આભાર માનેછે.
આભાર.
રશ્મિકાન્ત છીપા.
સ્ટોરી: મુકેશ પડસાળા
અમદાવાદ