ધીરજ : નિરવ જે. શાહ (એમ.કોમ. બી.એડ.) લેખક, શિક્ષક, મોટીવેશનલ સ્પીકર

ધીરજ ખૂટી ગઈ છે ? તો આ પાંચ લોકોને મળો…

આપણે સૌ ક્યારેક ને ક્યારેક એક મહાન વ્યક્તિત્વ બનાવવા માંગીએ છીએ, કઇંક જોરદાર કરવા માંગીએ છીએ, આપણે મથીએ છીએ સૌથી શ્રેષ્ઠ કામ કરવા પરંતુ ક્યારેક એવા સંજોગો ઊભા થાય છે કે આપણે આ બધુ પામી નથી શકતા અથવા તો એમ કહીએ કે આ બધુ મેળવવા માટે આપની ધીરજ ખૂટી પડે છે , કોઈએ પૂછ્યું કે આપણા વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે થાય? નામના, પ્રસિદ્ધિ અને યોગ્ય મુકામ કેવીરીતે અને ક્યાં સંજોગો માં પ્રાપ્ત થાય?
જવાબ સાવ સરળ છે , આપણે આપણી આસપાસના એવા પાંચ લોકોને મળવાનું છે જે આપણને યોગ્ય વ્યક્તિ બનાવમાં મદદરૂપ થઈ પડશે
1. શાળા શિક્ષક.
ઘર માં બે બાળકોથી પીણ કંટાડી જતાં લોકોએ એકવાર પ્રાથમિક શાળાના ક્લાસમાં સમય વિતાવવો જોઈએ આપણ ને સમજાઈ જશે કે એક વર્ગમાં 40 થી 50 બાળકોને એકલા હાથે શિક્ષક કેવી રીતે સાચવે છે, સહેજ પણ અકળામણ વગર બધા જ બાળકો ને નાજુક ફૂલની જેમ સાચવી ને ધીરજપૂર્વક 1 થી 10 શીખવવાની જહેમત કરે છે. આપણે આ શિક્ષક પાસેથી ધીરજનો પાઠ શીખવાનો છે, જિંદગીના ઉતાર ચઢાવમાં ધીરજ કેમ કરીને રાખવી એના માટે ઉત્તમ ઉદાહરણ છે.

2. માળી અથવા ખેડૂત.
લાંબા સમય સુધી ખેતર જોતર્યા પછી, પણ આધારતો વરસાદ ઉપર જ રાખવાનો. કુદરતના ભરોસે મહેનત કરતું જવાનું અને કુદરત મહેરબાન થાય તો પાકની લણણી થઈ શકે. એક માળી કે ખેડૂતને મળ્યા પછી આપણને ખોરાકનું મૂલ્ય સમજાય છે , ગીતાગ્રંથમાં કીધું છે તેમ “મહેનત કર ફળની આશાના રાખ” એ વાત જ્યારે આવા કોઈ ખેડૂતને માળીએ ત્યારે સાર્થક થાતી જણાશે.

3. મેન્ટલ હોસ્પિટલના દર્દી .
મેન્ટલ હોસ્પિટલના દર્દી જે પણ વાતો કરે છે, જે બાખડા કરે છે, જજે રીતે આપની ઉપર ગુસ્સે થાય ચ્હે અહત્વ તો જે પ્ત્રમને નું આપની ઉપર વર્તન કરે છે , તેનાથી સહેજે પણ આપણી માનસિકતા પર ફર્ક પડતો નથી કારણકે આપણે જાણીએ છીએ કે તે માનસિક રીતે અસ્વસ્થ છે , પણ તમે તો સ્વસ્થ છો ને!! વ્યવહારુ જીવનમાં પણ આવા ઘણા બધા લોકો મળે છે એ આપની સામે ગુસ્સો કરે છે , નાહકનો બફાટ કરતાં હોય છે, અથવા તો એમના દોષનો ટોપલો આપની ઉપર ઝીકતા હોય છે, તેમ છતા આપણે એ સમજવાનું છે કે આપણેતો સ્વસ્થ છીએ ને!! બસ ત્યારે આપણે સ્મિત સાથે આગળ વધીએ.
૪. જેલના કેદી .
જેલમાં જવા માટે આપણે ખોટું કામ કરવાની જરૂર નથી. ફક્ત એક જેલની મુલાકાત લેવા જાઓ, કેદીઓ સાથે થોડો સમય પસાર કરો. આપણે સમજી શકીશું કે કરુણા શું છે. લાચારી શું છે. તે લોકોએ જાગૃતિ વિના ભૂલ કરી. તેથી આપણે જાણીશું કે આપણી લાગણીઓને કેવી રીતે કહેવી આવશ્યક છે. કોઈ પણ વાતને તર્ક બુદ્ધિ સાથે સમજીને વિચારીને અને પછી જ એક્શન લેવા, પ્રેક્ટિકલ લાઈફ સાથે ઇમોસ્ન્સને કેવી રીતે જોડવા તે અહીંથી અભ્યાસ રૂપે શીખી શકાશે.

5. હોસ્પિટલમાં અસ્થાયી રૂપે બીમાર દર્દી.
હોસ્પીટલમાં જ્યારે કોઈ ને બીમાર હાલત માં જોઈએ છીએ અને ડોક્ટર એવું કહે કે બસ હવે એની સેવા કરો, સાજા થવાના કોઈ ચાન્સ નથી, બધુ જ ઉપરવાળાના હાથમાં છે, ત્યારે સમજાય છેકે જીવન કેટલું અમૂલ્ય છે,, આપણે આપણી લાઈફ સ્ટાઈલ કેવી રીતે જીવવી એના માટે એકવાર બીમાર વ્યક્તિની મુલાકાત લેવા જેવી છે. શું ખાવું, શું ના ખાવું, પોતાના શરીરનું જતન કેવી રીતે કરવું અને અમૂલ્ય જીવન ને નિરોગી કેવી રીતે બનાવવું તે શીખવા મળશે. પછી આપણે આપણાં જીવનમાં વધુ ગતિશીલ બનવા માટે જરૂરી તે બધું જ કરીશું .

આ પાંચ લોકોને મળ્યા પછી સમજાશે કે વધુ વાઇબ્રન્ટ, વધુ જીવંત, વધુ પ્રેમાળ, કરુણાશીલ અને સક્રિય કેવી રીતે બની શકાય છે . આ પાંચ વ્યક્તિત્વ સિવાય પણ બીજા ઘણા બધા વ્યક્તિત્વને આપની યાદીમાં ઉમેરતા જઈએ, કારણકે દરેક પાસેથી કશુક-ને-કશુક શીખવાનું છે જ, બસ આપણે શિખતા જઈએ અને ઉન્નતિના માર્ગે આગળ વધતાં રહીએ , જ્યારે આ ગુણોનો વિકાસ થશે ત્યારે આપણે આપોઆપ મહાનતા હાંસલ કરી શકીશું, યોગ્ય વ્યક્તિત્વ તરીકે નીખરી આવીશું.