*સાહેબ, આ એ જ લોકો છે જે 21 દિવસ સુધી પોતાના ચાર વ્યક્તિઓનાં કુટુંબનું મનોરંજન કેવી રીતે કરવું તેની પણ ખબર નથી અને તમારી પાસેથી સવા અબજનાં દેશનાં એક-એક લોકોને ખુશ કરવાની અપેક્ષા રાખે છે!*
*તમે સમજો, તમે ગમ્મે તે કરશો… તો પણ તમે એમને ગમતાં જ નથી!*
*_પ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી,_*
મારે તમને કંઈક કહેવું છે. તેઓ તમને પસંદ નથી કરતા. સાચું કહું તો, તેઓ તમને ક્યારેય પસંદ કરતા ન હતા, આજે જ્યારે આપણા અસ્તિત્વ પર સૌથી મોટું સંકટ આવ્યું છે, આજે જ્યારે બધાં લોકોને તમારી જરૂર છે, આજે જ્યારે ભારતનાં દરેક નાગરિકે તમને સમર્થન આપવું જોઈએ ત્યારે પણ તેઓ તમને પસંદ નથી કરતા.
જ્યારે તમે 1.3 અબજની જનસંખ્યાવાળા દેશને બચાવવા માટે લોકડાઉન કરવાનો હિંમતભર્યો નિર્ણય લ્યો છો ત્યારે પણ તેઓ તમને પસંદ નથી કરતા. જ્યારે તમે જોખમી વિસ્તારોમાંથી દેશવાસીઓને પાછા લઈ આવવા માટે સ્પેશિયલ ફ્લાઇટ્સ મોકલો છો ત્યારે પણ તેઓ તમને પસંદ નથી કરતા. તેઓ તમને પસંદ નથી કરતા કેમ કે, તમે હિજરત કરનારાઓને તેમના વતન સુધી પહોચાડવા માટે રાતોરાત હજારો બસો મોકલો છો. હવે કદાચ તેઓ તમારી પાસેથી એવી અપેક્ષા રાખશે કે શ્રમિકો માટે વ્યક્તિ દીઠ એક કેબ ગોઠવો અથવા રાતોરાત તેઓ જ્યાં પણ હોય ત્યાં રોકડ રકમ સાથે તેમના માટે ઘરો બનાવો. ભલે તમે ગમે તે કરો તો પણ તેઓ તમને પસંદ નથી કરતા.
એક વિકાસશીલ રાષ્ટ્રનાં વડા તરીકે અર્થવ્યવસ્થા પર મોટો ફટકો પડશે એ જાણતા હોવા છતાં તમે દેશને એવા સમય અને તબક્કે લોકડાઉન કરી દીધો જ્યારે અડધી દુનિયા બગીચાઓમાં ફરતી હતી અને તેઓને તેમના જીવનની ભારે કિંમત ચૂકવી પડી રહી છે. જ્યાં શક્તિશાળી દેશોનાં કેટલાક કહેવાતા વડાઓ કોઈ રાજ્યને તાળા મારવાની હિંમત કરી શકતા નથી, તમે માનવજાતના ઈતિહાસમાં વિશ્વમાં સૌથી મોટુ લોકડાઉન કર્યું. તેઓ હજી પણ તમને પસંદ નથી કરતા.
તમારા ભાષણ લોકોનો આત્મવિશ્વાસ અને મનોબળ વધારે છે એટલે તેઓ તમને પસંદ નથી કરતા. મહામારીનાં સમયે તમે એક અબજ લોકોનાં રાષ્ટ્રને એક કર્યો અને દેશના ગરીબોને પડતી હાલાકી બદલ માફી પણ માંગી છતાં તેઓ તમને પસંદ નથી કરતા. જ્યારે તમે ગરીબો માટે આર્થિક પેકેજ બહાર પાડો છો ત્યારે પણ તેઓ તમને પસંદ નથી કરતા. જ્યારે તમે તેમને વારંવાર હાથ જોડીને તેમના પોતાના જીવનને બચાવવા માટે ઘરે રહેવા માટે કહો છો ત્યારે તેઓ તમને પસંદ નથી કરતા. જ્યારે તમે તેમને અનસંગ વોરીયર્સ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિનંતી કરો ત્યારે તેઓ તમને પસંદ નથી કરતા. જ્યારે તમારી સરકાર કોરિયા અને જર્મનીથી પરીક્ષણ કિટ્સ લાવે છે અને યુદ્ધના ધોરણે જરૂરી સુવિધાઓ ઉભી કરે છે ત્યારે તેઓ તમને પસંદ નથી કરતા.
સાહેબ, આ એ જ લોકો છે જે 21 દિવસ સુધી પોતાના ચાર વ્યક્તિઓનાં કુટુંબનું મનોરંજન કેવી રીતે કરવું તેની પણ ખબર નથી અને તેઓ તમારી પાસેથી એવી અપેક્ષાઓ રાખે છે કે જુદી જુદી જરૂરિયાતોવાળા 1.3 અબજ લોકોની તમામ સમસ્યાઓનું સંપૂર્ણ સમાધાન તમારી પાસે છે. આ એ જ લોકો છે જેમણે જરૂરિયાતમંદ તેમના પાડોશીઓ અથવા કામવાળાઓને પણ મદદ નહીં કરી હોય પરંતુ તેઓ એવું ઈચ્છે છે કે તમે કોઈપણ પ્રકારનાં વિલંબ વિના જરૂરતમંદોને સામાનરૂપે અને પૈસા આપો, તાત્કાલિક. પાંચ-છ આંકડાઓનો પગાર હોવા છતાં પોતાના ઘરનું બજેટ સરખું ન ચલાવી શકતા લોકો પણ એવું ઈચ્છે છે કે તમે આ કટોકટીનાં સમયમાં નિષ્ફળતાઓ વિના અર્થતંત્રનું સફળ સંચાલન કરો.
કેટલાંક એવા છે જે સમયસર તેમની ઓફિસો અથવા મીટિંગ્સમાં હાજર રહી શકતા નથી અને કેટલાંક એવા પણ છે જે અલાર્મ ઘડિયાળો હોવા છતાં સમયસર સવારે ઉઠતા નથી.. આવા લોકો ઈચ્છે છે કે તમે સવારનાં સમયે લોકડાઉન કરવાની જાહેરાત કરો જેથી તેઓને જરૂરી ચીજવસ્તુઓ સંગ્રહ કરવા માટે સમય મળી રહે. જાણે સવારે જાહેરાત થશે તો ફર્ક પાડવાનો હોય. મૂર્ખ! તેમની સોશિયલ મીડિયા વોલ પ્રશાસન-પોલીસ વિરોધીઓથી ભરી પડી છે, ભલે તે તેમનો જીવ બચાવતા હોય.. તેઓ ક્યારેય મધ્ય-પૂર્વમાં અટવાયેલા હજારો ભારતીયોને એર ઈન્ડિયા કઈ રીતે પાછા લાવ્યુ એ વિશે કશું નહીં પોસ્ટ કરે. તેમની પોસ્ટ હિજરત કરનારાઓ પર દુઃખડા લેતી જ આવશે.
તેઓ તમને પસંદ નથી કરતા કારણ કે તેમના માટે તમે એક રાજકીય પક્ષ અને વિચારધારાનો ભાગ છો. એ હકીકત છે કે તમે ભારતીય ચૂંટણીઓમાં બે વાર બહુમતી મેળવી છે પણ તેઓમાં આ સત્યનું પાચન કરવાની ક્ષમતા કે પરિપક્વતા નથી. અરે, જો માત્ર એક જ ક્ષણ માટે પણ તેઓ તમને તેમના રાષ્ટ્રનાં વડા, ભારતનાં પ્રધાનમંત્રી માનશે તો પણ તેઓ તમને પસંદ નથી કરતા. અને સર, તમારી ભૂલ છે. તમે હજારો ભારતીયોને તેમની જાતિ, ધર્મ, ભાષા અથવા નાગરિકત્વ વિશે પણ સમજ્યા-વિચાર્યા વિના ઘરે પાછા લાવનાર પ્રથમ સરકાર બનવાનું ગૌરવ લેતા નથી. તમને એ વાતનું ગૌરવ નથી કે ભારત-ભારતના પ્રથમ કોરોના વાયરસ કેસ સામે આવ્યા પહેલા જ ભારત-તિબેટીયન બોર્ડર પોલીસની પ્રથમ સંસર્ગનિષેધ સ્થાપના કરવામાં આવી હતી. તમે જાહેર કરશો નહીં કે તમારા રેલ્વે વિભાગોને કેવી રીતે ક્વોરેન્ટાઈન ઝોનમાં ફેરવવામાં આવ્યા છે, જે વિશ્વમાં સૌ પ્રથમ વખત છે. દેશમાં તમારા અબજોપતિ ઉદ્યોગપતિઓ હાલની કટોકટી અને ભવિષ્યની માંગને પહોંચી વળવા આરોગ્યની માળખાગત સુવિધાનો ઝડપથી વિસ્તરણ થાય તે સુનિશ્ચિત કરવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યાં છે એનો પ્રચાર-પ્રસાર કરો.
તમે વિરોધી ગેંગ, એવોર્ડ વાપસી ગેંગ, સ્યુડો-બૌદ્ધિક ગેંગ, ટુકડેટુકડા ગેંગ પર સવાલ કરતા નથી, જ્યારે દેશને તેઓની સૌથી વધારે જરૂર પડે ત્યારે તેઓ તેમની પૂંછડીઓ પૂંઠમાં ભરાવીને ભૂગર્ભમાં ચાલ્યા જાય છે. સરકાર જે પગલા લે છે તેના વિરોધમાં કંઈપણ ટ્વીટ કરવું અથવા પોસ્ટ કરવું એ તેમનો માત્ર ૨૧ દિવસનો એજન્ડા છે. તમારી સરકાર હજી પણ તે બધાની સેવા કરશે અને ભારતનાં અન્ય નાગરિકની જેમ તે બધાની સુરક્ષા કરશે પરંતુ તેમ છતાં પણ તેઓ તમને પસંદ નહીં કરે. અને તમારો ચહેરો.. સર, ગમે તેટલી મૂંઝવણ અને લાચારી છુપાવો.. હું, નિશ્ચિતરૂપે આત્મવિશ્વાસથી હસતાં-હસતાં ગંભીર ચહેરા પાછળની વેદના જોઈ શકું છું. જેના માટે દરેક વ્યક્તિનું જીવન બચાવવું વ્યક્તિગત છે, ખૂબ જ વ્યક્તિગત છે અને હું તે જોઈ શકું છું. હું જોઈ શકું છું કે આ એક લડત છે જ્યાં જીતવું એ ધ્યેય નથી, હારને નાની કરવાની છે. જ્યાં સુધી વૈજ્ઞાનિકો, લોકો, ડોકટરો અથવા પ્રકૃતિ દ્વારા આ વાયરસને પરાજિત ન કરવામાં આવે ત્યાં સુધી લડવાનું છે.
ભારતનાં પ્રિય માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી, તમે ૨૧ દિવસ દેશને લોકડાઉન કરી દીધું છે અને જો જરૂર હોય તો હજી વધારે કરજો. તમે કહ્યું તેમ, જાન હૈ તો જહાં હૈ.. અર્થતંત્ર જીવંત લોકો દ્વારા પુનર્જીવિત થાય છે, મડદાઓથી નહીં. કોઈપણ ભવિષ્યની આગાહી કરી શકતું નથી. ફક્ત સમય જ કહેશે કે શું આ આપણો શ્રેષ્ઠ સમય હતો પરંતુ હાલમાં હું સકારાત્મક છું કે તમે અને તમારી સરકાર જે પગલાં લેશે તેનાથી આપણું જીવન અને આપણી અર્થવ્યવસ્થા બચી જશે, નુકસાન ઓછું થશે. તમે કરી શકો ત્યાં સુધી રાષ્ટ્રની સેવા કરતા રહો. અમારે તમારી જરૂર છે.
જય હિન્દ!