રાજપીપળા અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા યોજાયેલી રંગોળી સ્પર્ધા યોજાઇ. ૨૩ સ્પર્ધકોએ ભાગ લીધો.

રાજપીપળા,તા૧૪

રાજપીપળા ખાતે અખિલ હિન્દ મહિલા પરિષદ ના પ્રમુખ હેમાબેન ગાંધી અને સેક્રેટરી શિવાનીબેન મહેતાએઘર
આંગણે પાડેલી દિવાળીની રંગોળી માટે એક સ્પર્ધાનું આયોજન કર્યુ હતુ.જેમાઅવનવી રંગોળી બનાવનારના
આંગણે નિરીક્ષકો નિરીક્ષણ કરી સૌથી સારી રંગોળી બનાવનારને વિજેતા જાહેર કરી પ્રોત્સાહીત કરવામાં
આવશેની જાહેરાત બાદ આજે કુલ ર૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. હવે રંગોળીનુ નિરીક્ષણ કરી આ એન્ટ્રીઓની
તસવીરો લઇ ૩ જજમાં ગીતાંજલીબેન કનોજીયા, હિતેષાબેન પુરોહિત,અને હંસાબેન શાહ દ્વારા ફાઇનલ
વિજેતા જાહેર કરાશે.

તસવીર-જયોતિ જગતાપ.રાજપીપળા