*અમદાવાદ એરપોર્ટ પર ગંભીર બેદરકારી*

કોરોના વાયરસને પગલે સમગ્ર ગુજરાતમાં ઘરબંધી જેવો માહોલ છે. વાયરસ પ્રસરે નહીં તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. તેવામાં સૌથી મોટી ગંભીર બેદરકારી અમદાવાદ એરપોર્ટ પરથી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતાં પ્રવાસીઓને તપાસ વગર જ ઘરે જવા દેવાઈ છે. કેનેડાથી અમદાવાદ આવેલાં એક યુવાને એરપોર્ટ તંત્રની પોલ ખોલી હતી.ગુજરાતમાં કોરોના વાયરસનાં 14 પોઝિટિવ કેસમાંથી 13 કેસ વિદેશથી આવેલાં વ્યક્તિઓ છે. તેવામાં વિદેશથી આવેલાં લોકોની ખાસ તપાસ કરી તે લોકોને 14 દિવસ સુધી ઘરબંધી કરવાનો સરકારનો આદેશ છે. અને દેશનાં તમામ એરપોર્ટ પર પ્રવાસીઓનાં સ્કેનિંગ માટે ખાસ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. પણ અમદાવાદ એરપોર્ટ પર બધું ચાલ્યા રાખે તેવી નીતિ જ જોવા મળી રહી છે. કેનેડાના એક યુવકે એરપોર્ટ તંત્રની આ પોલ ખોલ હતી