“ફીટ ઈન્ડિયા” ( પ્રધાનમંત્રીના “ફીટ ઈન્ડિયા” કાર્યક્રમ ને એક વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં આ લેખની રચના થઈ છે)

આ આખોય પ્રોગ્રામ ઈન્ડિયાનો છે. જેમા ભારતને કશી લેવાદેવા નથી.. આ સમગ્ર કાર્યક્રમ ક્રિકેટર, પોતાનાથી અડધાથી પણ ઓછી ઉમ્મર ની યુવતી જોડે લગ્ન કરી ચુકેલા મિલિંદ સોમણ જેવા આધેડ એકટરો માટે છે… (લગ્નજીવન ટકાવવા પણ એમને ફીટ રહેવુ જ પડે) જેમા અક્ષયકુમાર, સલમાનખાનો, આમિરખાનો અને સૈફખાનો નો સમાવેશ થાય છે..
આપણા પ્રધાનમંત્રી સરગવાના પરાઠા ખાય છે… પણ આ પરાઠા મશરૂમ ખાધા પહેલા ખાય છે કે, મશરૂમ ખાધા પછી. એની એમણે સ્પષ્ટતા નથી કરી.. આ પરાઠામા ક્યુ તેલ કે ધી વાપરવામાં આવે છે એ જાણવા દેશના રાષ્ટ્રીય વેપારી બાબા-અંબાણી મીટ માંડીને બેઠા છે..
કાલથી મારા ઘર પાસે ઊગેલો સરગવો એટીટયુડ બતાવવા માંડ્યો છે. સરગવાની સિંગો કાઈ વધારે જ ઊપર ચઢી ગઈ છે.. હવે સામાન્ય માણસના હાથમા જાણે આવવા જ ના માગતી હોય એવુ વર્તન કરી રહી છે..
રસોડામાં કાચની બરણીમાં સચવાય રહેલી હળદરની મે મશ્કરી કરી ” શુ વાત છે.. સાહેબ જોડે આટલી નજીદકી…? આટલુ સાંભળતાની સાથે જ હળદર શરમથી લાલ થઈ ગઈ..
” આજથી પચાસ બાવન વરસ પહેલા જ સાહેબનો બહુ નજીકથી પરીચય થયો હતો.. પાડ પ્રભુનો કે કમસે કમ સાહેબે મને તો નથી છોડી.. આજે પણ તેઓ મારી સાથે છે.. હીરાબા હમેશા મારી એમને યાંદ અપાવે છે” . આટલુ બોલતા બોલતા હળદરનો રંગ સિંદૂરિયો થઇ ગયો…
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
લ. તા. 24 સપ્ટેમ્બર