*મહારાષ્ટ્રમાં કોરોનાથી બચવા તમામ સરકારી ઓફિસમાં AC બંધ*

કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત થયુ છે. આ રાજ્યમાં કોરોનાપોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. જેના પગલે સરકારે મુંબઈ સહિતના ચાર મોટા શહેરોને લોકડાઉન કરી દીધા છે. હવે કોરોના સામે લડવા માટે સરકારે પોતાની તમામ ઓફિસોમાં એસીનો ઉપયોગ નહી કરવાનો આદેશ આપ્યો છે.