રાજ્યના 43% જંગલ પૈકી નર્મદામાં 52% વૃક્ષો આચ્છાદિત જંગલોને પ્રવાસ-પર્યટન ના કેન્દ્રો બનાવાયા.
નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારની પ્રાકૃતિક સ્થળ, પર્યટન કેન્દ્ર, અને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવાના પ્રયાસ થી જંગલો હર્યાભર્યા બન્યા છે.
નર્મદામાં પ્રતિ હેક્ટર 3 વૃક્ષોનો વધારો.
જંગલોની ઘનિષ્ઠતા અને વન્ય પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો.
વન સમૃદ્ધિને કારણે પ્રાકૃતિક પર્યટન સ્થળો, ઈકો ટુરિઝમ ક્ષેત્રે નો વિકાસ.
નર્મદાના ભર્યા જંગલોમાં વિવિધતાસભર પક્ષીઓ, ડુમખલના પોપટ ભારતભરમાં વિખ્યાત.
વાંસ, કેસુડા, મહુડા, ટીમરૂના પાન માંથી રોજગારી મેળવતા આદિવાસીઓ માટે વૃક્ષો કલ્પવૃક્ષ.
રાજપીપળા, તા. 21
આજે એક 21મી માર્ચ વિશ્વ વન દિવસ દેશભરમાં ઉજવાઈ રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લામાં વનોની વૃદ્ધિ અને સવર્ધન વિશે વન વિભાગ સક્રિય બનતા નર્મદા જિલ્લામાં સાતપૂડા ની રમ્યગિરિમાળાની વચ્ચે આવેલા જંગલોમાં લોકજાગૃતિ ને કારણે નર્મદાની વનસંપદા માં વધારો થયો છે.
નર્મદા વનવિભાગના વન સરક્ષણ ડો.શશીકુમારના જણાવ્યા અનુસાર રાજ્ય 43% જંગલો એકમાત્ર નર્મદા જિલ્લામાં છે. નર્મદા જિલ્લામાં વન વિભાગની સક્રિયતા પર્યાવરણ જાગૃતિ લોકજાગૃતિ અને ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લાના જંગલ વિસ્તાર અને પ્રાકૃતિક સ્થળ, પર્યટન કેન્દ્ર અને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવાના પ્રયાસોથી જંગલો હર્યાભર્યા બન્યા છે. જેમાં ઝરવાણી,કુનબાર, સગાઈ, વજેરીયા, જુનારાજ જેવા વિસ્તારોને વનવિભાગે ઈકો ટુરિઝમ ક્ષેત્રે વિકસાવ્યા છે. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક પ્રતીક પંડયાના જણાવ્યા અનુસાર દર વર્ષે સામાજિક વનીકરણ દ્વારા 40 થી 45 લાખ રોપાઓ દ્વારા ઘનિષ્ઠ વનીકરણ ને કારણે જંગલોની ઘનિષ્ટતા વધી છે. નર્મદામાં વૃક્ષોનો વધારો થયો છે. 12 થી 15 હેક્ટરમાં વૃદ્ધિ થઈ રહી છે. વન્ય પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. હવે સ્ટેચ્યુ પરિસરમાં એકતા નર્સરી, આરોગ્ય વન, વેલી ઓફ ફ્લાવર્સ ને આકર્ષણનાં કેંદ્રો બનાવ્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા