*માસ્ક-સેનિટાઇઝરનાં કાળાબજાર કરવા બદલ ૭૩ મેડિકલ સ્ટોર બંધ કરાવાયા*

ગાંધીનગર: કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ દ્વારા કાળાબજાર કરાતા હોવાની ફરિયાદોના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે મોટા શહેરોની ૩૫૫ દુકાનોમાં તપાસ હાથ ધરીને કાળાબજાર થતા હોવાનું જણાતા ૭૩ મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હતા.