મહાકુંભ/પ્રયાગરાજઃ 13 વર્ષની છોકરીને સાધ્વી બનાવનાર મહંત કૌશલ ગિરીને જુના અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા, આગ્રાની છોકરીને ઘરે મોકલી
જુના અખાડામાં 13 વર્ષની સગીર છોકરીને સન્યાસ આપનાર મહંત કૌશલ ગિરી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જુના અખાડાએ મહંત કૌશલ ગિરીને અખાડામાંથી 7 વર્ષ માટે હાંકી કાઢ્યા છે.
તે તમે જાણતા હશો કે મહંત કૌશલ ગિરીએ થોડા દિવસ પહેલા જ આગ્રાની રહેવાસી 13 વર્ષની રાખી સિંહને સંન્યાસની દીક્ષા આપી હતી.