કોરોના વાયરસને પગલે લોકોને સતર્ક અને સાવધાની રાખવા અપીલ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોના વાયરસને પગલે લોકોને સતર્ક અને સાવધાની રાખવા અપીલ કરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે તમામ વિદેશથી આવેલા લોકોમાં કોરોનાના લક્ષણો દેખાયા છે. ત્યારે સીએમ રૂપાણીએ એવી પણ અપીલ કરી કે વિદેશથી આવેલા લોકોને ઘરમાં અલગ રૂમમાં રાખવા.