સાગબારા તાલુકાના નવી ફળી ગામે હાઈવે રોડ ઉપર બે ટ્રક અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત,બેને ગંભીર ઈજા.
રાજપીપળા,તા.10
સાગબારા તાલુકાના નવી ફન્ટી ગામે હાઈવે રોડ ઉપર બે ટ્રક વચ્ચે નડેલા અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે બેને ગંભીર ઈજા થવા પામી છે.આ અંગે સાગબારા પોલીસ મથકમાં અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઇ છે.જેમા ફરિયાદીએ અહેમદ બશીરભાઈ મલેક (રહે,સરુ સેંકશન રોડ અબુહનીફા મસ્જિદ પાસે જવાહર નગર નંબર.2 જામનગર )એ આરોપી નજરમુદીન અહમદ શેખ (રહે, વેલદા તા.નજીર જી.તાપી) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી નજમુદ્દીન એ પોતાના કબજામાં ટાટા ટ્રક નંબર એમ.એચ 18 એમ 8972 પૂરઝડપે અને ગફલતભરી રીતે સામેથી રોંગ સાઈડમાં હંકારી લાવી ફરિયાદીની ટ્રક નંબર જીજે 11 ઝેડ 8809 ને ડાબી સાઈડમાં અથાડીઅકસ્માત કર્યો હતો.જેમાં ફરિયાદી અહમદ અને ડાબા પગના ઘૂંટણ નીચે સાધારણ ઇજા પહોંચાડી તથા તેઓના ડ્રાઇવર સાહેદ ઇમરાન યુસુફભાઈ મલેક અને ડાબા ભાગે તથા કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી. તથા પોતાને માથામાં કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતાના તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજયું હતું
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા