*સુરતમાં કોરોનાના સંકટ વચ્ચે કિન્નર સમાજે અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ*

કોરોના સંકટ સામે સુરતનો કિન્નર સમાજ માસ્ક સાથે જોવા મળ્યો. તેમજ કિન્નર સમાજ દ્વારા બાઇક સવારોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું. અને સાથે જ કોરોના વાઈરસથી બચવા માટે સતર્ક રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ લોકોને કોરોના વાઈરસથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી.સુરતમાં કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ કલેકટરે પ્રેસ સંબોધી જેમાં સુરતમાં કુલ 459 લોકોને હોમ કોરેન્ટાઈન કરાયા હોવાની માહિતી આપી હતી. તો ચાર લોકોને હોમ કોરેન્ટાઇનના નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની પણ માહિતી આપી હતી. આ સાથે સરકારી કચેરીઓ બંધ રહેવાની તેમજ રેશનિંગનું અનાજ ચાલુ રહેવાની તેમજ આવશ્યક સેવાની ચીજ -વસ્તુઓ તેમજ મેડિકલ સ્ટોર યથાવત રહેશે તે અંગે માહિતી આપી હતી.