*એક જ દિવસમાં સૌથી વધુ મોતમાં લાશો દફનાવવા સેના બોલાવવી પડી*

ઈટાલીમાં મોટાભાગના ચર્ચ બહાર ઘણી બધી શબ પેટીઓ રઝળતી હાલતમાં પડી છે, કે જેને દફનાવનારુ કોઈ નથી. તેથી હવે આ કામમાં સેનાની મદદ લેવાઈ રહી છે. સેનાના જવાનો આ શબ પેટીઓને દફનાવવામાં મદદ કરી રહ્યા છે. કોરોનાને કારણે ઈટલીમાં 2 હજાર 978 લોકોના મોત થયા છે. જેટલી ઝડપે ઈટાલીમાં મરનાર લોકોના આંકડા બહાર આવી રહ્યા છે. તે પ્રમાણે ઈટલીમાં મરનારા લોકોની સંખ્યા ચીન કરતા વધી ગઈ છે.