*ચીન બાદ ઈટલીનો વારો*

ચીનમાં હાલ સુધીમાં 3 હજાર 245 લોકોના મોત થયા છે. જ્યારે ઈટલીમાં એકજ દિવસમાં 368 લોકોના મોત થયા છે. ત્યારે આ આંકડો કોઈ દેશમાં એક જ દિવસમાં મરનાર લોકોની સંખ્યામાં સર્વાધીક છે. ઈટલીમાં લોમ્બાર્ડીના બેરગામો વિસ્તારમાં સ્થિતિ એટલી ગંભીર બની છે, અહિંયા ચર્ચ બહાર રખાયેલી 65 શબ પેટીઓને દફનાવવા સેનાને બોલાવી પડી છે.