*રવિવારના દિવસે રેલવેએ રદ કરી 4000 ટ્રેન*

જનતા કર્ફ્યુ 22 માર્ચે પીએમ મોદીએ દેશની જનતાને ઘરમાંથી બહાર ન નિકળવાની અપીલ કરી છે. ત્યારે આ બાબતની ગંભીરતા જાણી રેલ્વેએ પણ આ દિવસને લઈને મોટી જાહેરાત કરી છે. રેલ્વે 22 માર્ચે તમામ પેસેન્જર ટ્રેનોને રદ કરી દીધી છે. 21 માર્ચ સુધી એટલે કે શનિવારે રાત્રે 12 થી 22 માર્ચ રાત્રે 10 વાગ્યે કોઈ પેસેન્જર ટ્રેન દોડશે નહીં. મેલ અને એક્સપ્રેસ ટ્રેનના પૈડાં પણ રવિવારે સવારે 4 વાગ્યે અટકી જશે.જો કે, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કોલકાતામાં લોકલ ટ્રેનો દોડશે. પરંતુ તેમની સંખ્યા ખૂબ ઓછી હશે. રેલ્વે દ્વારા કહેવામાં આવ્યું છે કે, જનતા કર્ફ્યુ દરમિયાન જે ટ્રેનો રૂટ પર આવશે, તે તેમના નિયત સ્થળે પહોંચ્યા બાદ રોકી દેવામાં આવશે. જો મુસાફરો તેમની પાસેથી ઉતરતા હોય, તો તેઓ ફક્ત રેલ્વે સ્ટેશન પર જ રોકાઈ શકે છે.આ માટે થઈને રેલ્વે પણ તેમના માટે ખાસ વ્યવસ્થા કરશે.