પત્નીને પપ્પું બનાવી તીતલી સાથે પતિ ઈટલી ફરવા ગયો, રિટર્નમાં કોરોના ગીફ્ટ લાવ્યો. – પંકજ આહીર.

એક પતિને પોતાની પત્ની સાથે ચીટિંગ કરી ખાનગી ટ્રિપ પર ફરવા જવાનું મોંઘુ પડ્યું છે. પતિ જ્યારે પાછો આવ્યો ત્યારે કોરોનાગ્રસિત થઈને આવ્યો હતો. પતિના અફેસરનો ખુલાસો ત્યારે થયો જ્યારે આઈસોલેશન સેન્ટરમાં સ્વાસ્થય અધિકારીઓેએ તેની પૂછપરછ કરી. આ ઘટના ઈંગ્લેન્ડની છે. અહીં રહેતા એક શખ્સનું અન્ય મહિલા સાથે ચક્કર ચાલતુ હતું. જે પોતાની પત્નીને અંધારામાં રાખી ખાસ ટ્રિપ પર ઉપડી ગયો હતો. આ બંને ઈટલી ગયા હતા, જ્યાં તે કોરોના વાયરસની ઝપટમાં આવ્યા હતા. જ્યારે તે ઈંગ્લેન્ડ પાછો આવ્યો તો પહેલા તો બિમાર થયો, ત્યાર બાદ જ્યારે ચેકઅપ કરાવ્યું તો, ખબર પડી કે, તે કોરોના પોઝિટીવ છે. આટલુ જ નહીં પણ તેની સાથે જે મહિલા ઈટલી ગઈ હતી, તેને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આ બંનેને હાલ આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતી સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. પતિને જ્યારે કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યા બાદ તેમના પરિવારને પણ મેડિકલની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. પણ તેમના ઠીક થયા બાદ તેમને ઘર પર રહેવાની જ સલાહ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ચીન બાદ ઈટલીમાં સામે આવ્યા છે. જ્યાં 31 હજારથી પણ વધારે લોકોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે.જેમાં 2 હજારથી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે.