પરીક્ષાઓ મોકુફ

કોરોના સામેની સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવાર ,22 માર્ચના રોજ આયોજિત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર-સીવીલ તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર – ઇલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ મોકૂફ રખાયેલી છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજકોટ ના ગોમટા ચોકડી પાસે થી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મોકલવામાં આવી રહેલી અને મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓના મળી આવેલા ધોરણ 10 ની બોર્ડ પરિક્ષા ના પેપર ના 4 બંડલ ની ઘટના માં કસૂરવાર શિક્ષકો, પોલીસ ગાર્ડ, અને વાહન ડ્રાયવરને સામે શિક્ષાત્મક પગલાં લીધા છે. અને આ સમગ્ર ઘટના ની તપાસ
અમદાવાદ શહેર પોલીસ ની ક્રાઇમ બ્રાન્ચ ને સોંપવાનો નિર્ણય કર્યો છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ આ અંગે ની વિગતો આપતા કહ્યું કે આ ધટના માં કસૂરવારો સામે સખતાઈ થી પગલાં ભરવામાં આવશે અને નિર્દોષ વિદ્યાર્થીઓ ના ભાવિ સાથે ચેડાં કરનારા કોઈ ને છોડવા માં નહિ આવે તેવી પ્રતિબ્બદ્તા રાજ્ય સરકારે વ્યક્ત કરી છે.