શ્રી રામ મંદિર નિર્માણ નિધી સંગ્રહ લોક જાગરણ હેતુ ગાંધીનગર નગરની વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા ની પ્રથમ મીટીંગ ગાંધીનગર ભારતમાતા મંદિરમાં યોજાઈ.

શ્રી રામ મંદિર નિર્માણ નિધી સંગ્રહ લોક જાગરણ હેતુ ગાંધીનગર નગરની વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા ની પ્રથમ મીટીંગ ગાંધીનગર ભારતમાતા મંદિરમાં યોજાઈ જેમાં .પ.પૂ ગોવિદદાસજી ,ગાંધીનગર વિભાગ મંત્રી શ્રી મુકેશભાઈ ગોર,જિલ્લા સહ મંત્રી ઘનશ્યામભાઈ પટેલ,જિલ્લા બજરંગ દળ પ્રમુખ શકિતસિંહ ઝાલા,ગણપતસિહ વાઘેલા, જીવરાજજી ઠાકોર તથા ગાંધીનગર નગર, ખંડ ના પદાધિકારી ઉપસ્થિત રહેલ.જેમાં મા.મુકેશભાઈ ગોરે શ્રી રામ મંદિર નિર્માણ તથા નિધિ સંગ્રહ ની વિસ્તૃત માહિતી આપી તેમજ તે અનુસંધાન ની નગર ની ટીમ ની રચના કરી ઘર ઘર સંપર્ક ની યોજના નો વિચાર કરવામાં આવ્યો હતો.આ અભિયાન ગાંધીનગર જીલ્લા અને સમગ્રહ દેશ મા 15 જાન્યુઆરી થી શરૂ થશે અને 15 ફેબરૂવારી પુણ થશે તેની તૈયારી મા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સેકટરો સોસાયટી ગામ વાયસ બેઠકો ગાંધીનગર જીલ્લા અભિયાન વાલી તરીકે મુકેશભાઈ ગોર અભિયાન પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ પટેલ ગાંધીનગર શહેર અભિયાન પ્રમુખ શકિતસિહ ઝાલા ની વરણી ગાંધીનગર જીલ્લા શહેર મા સેકટર તથા ગામમાં તૈયારી ચાલુ કરી છે.