કોરોનાવાઈરસને કારણે મૃત્યુ થાય તો મૃતદેહનું શું કરવાનું? જુઓ ગાઈડલાઈન.

One India
વિશ્વભરમાં કોરોનાવાઈરસે હાહાકાર મચાવ્યો છે, ચીન, ઈરાન ઈટલી જેવા દેશોમાં કોરોનાવાઈરસ કાળ બની ચૂક્યો છે. ભારતમાં પણ દિવસેને દિવસે કોરોનાવાઈરસના પોજિટિવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ભારતમાં પણ 150થી વધુ પોજિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 3 દર્દીના મૃત્યુ થી ચૂક્યાં છે. ત્યારે કોરોનાવાઈરસ ગ્રસ્ત મૃતકના દેહનો નિકાલ કઈ રીતે કરવો તે અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

ગાઈડલાઈન મુજબ જો વાયરસને કારણે કોઈ દર્દીનું મોત થાય છે તો તેના અંતિમ સંસ્કાર પણ આસપાસ જ કરવા પડશે. આ ઉપરાંત કેટલાક વિશેષ મામલાને બાદ કરતા અન્યમાં પોસ્ટમોર્ટમની જરૂરત નહિ રહે. જો કોઈ સ્થિતિમાં પોસ્ટમોર્ટમ કરવું પડે તો મડદાઘરમાં વિશેષ સફાઈનું ધ્યાન રાખવામાં આવશે. પીપીઈ સહિત તમામ સુરક્ષા ઉપાયોનું પાલન કરતા ફોરેન્સિક ડૉક્ટર પોસ્ટમોર્ટમ કરશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અંતિમ સંસ્કાર કરવાથી સંક્રમણ નથી ફેલાતું પરંતુ સાવચેતી રાખવી બહુ જરૂરી છે. પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતકના ફેફડામાંથી વાયરસ ફેલાઈ શકે છે માટે હોસ્પિટલના વોર્ડમાં તહેનાત કર્મચારી, મૃદાઘર, અંતિમ સંસ્કાર સ્થળ પર કર્મચારીઓ અને પરિજનોને લઈ આ દિશા નિર્દેશ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં પરિજનોના કાઉન્સલિંગનો પણ ઉલ્લેખ છે.

હોસ્પિટલમાં મૃત્યુ વા પર જો કોરોના સંક્રમિત દર્દીનું હોસ્પિટલના વોર્ડમાં જ મત્યુ થાય છે તો કર્મચારીઓને હેન્ડ હાઈજનિંગ, સુરક્ષા ઉપકરણ, સંક્રમણને રોકતા બેગ વગેરેનું ધ્યાન રાખવામાં આવશે. તમામ ટ્યૂબ, કેથેટર વગેરેને શરીરથી કાઢવામાં આવસે અને ઉપચાર દરમિયાન કરવામાં આવેલા પંક્ચરને બંધ કરી દેવામાં આવશે. ટ્યૂબ, કૈથેટરને જૈવિક કચરા પ્રબંધન અંતર્ગત નષ્ટ કરવામાં આવશે.

સંક્રમિત દેહને મોર્ચરીમાં ઓછામાં ઓછા 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવું જરૂરી રહેશે. તમામ કર્મચારી અને ડૉક્ટર સુરક્ષાના નિર્ધારિત માપદંડોનું પાલન કરશે. ટ્રૉલીને રાસાયણથી સાફ કરવામાં આવશે. દેહ પર એમ્બામિંગ એટલે કે લેપન કરવામાં નહિ આવે. એમ્બામિંગ કર્યા બાદ દેહને થોડા સમય માટે સુરક્ષિત કરવામાં આવી શકે છે. જેથી પરિજનો પોતાના ગૃહસ્થાને લઈ જઈ અંતિમ સંસ્કાર કરી શકે.

સંક્રમિત દર્દીના અંતિમ સંસ્કાર પહેલા એકવાર પરિજનો કે તેના સંબંધીઓ દર્શન કરી શકે છે. આના માટે સ્ટાફ કે કર્મચારી બેગના ઉપરના ભાગની ચેન ખોલી દર્શન કરાવી શકે ચે. જો કે આ દરમિયાન દૂરી બનાવી રાખવી જરૂરી રહેશે. સાથે જ કર્મચારીઓના હાથ અને મોઢું સંપૂર્ણપણે સુરક્ષિત હોય તે જોવું જરૂરી છે. અંતિમ સંસ્કાર માટે વધુ લોકોની ભીડ ના હોવી જોઈએ. અંતિમ સંસ્કાર કર્યા બાદ કર્મચારીઓ, પરિજનો અને સંબંધીઓએ હાથ યોગ્ય રીતે સાફ કરવા.

સોર્સ. વાઇરલ મેસેજ.