નર્મદા જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નહીં.

કોરોનાના વાયરસને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા – કોલેજ, આંગણવાડી, સિનેમાઘરો, સ્વિમિંગ પૂલ, ટ્યુશન ક્લાસ વગેરે બંધ કરાવ્યા.
તેહરાન થી આવેલ વ્યક્તિઓ કોરનટાઇડ કરાયો.
રાજપીપળા, તા.17
કોરોના વાયરસનું ભારતમાં ફેલાવો થાય નહીં તે માટે તકેદારીના પગલા રૂપે સમગ્ર ગુજરાતમાં સાવચેતીના પગલારૂપે ભીડભાડવાળી જગ્યાઓ બંધ કરી દેવાય છે. જેના અનુસંધાને નર્મદા જિલ્લાની કોરોનાના અસરના લાગે તે માટે આરોગ્ય વિભાગે અને વહીવટી તંત્રએ સાવચેતી ના પગલા લેવા શરૂ કર્યા છે. જેના અનુસંધાને આજની તારીખે નર્મદા જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ જોવા મળ્યો નથી. કોરોના વાયરસ અનુલક્ષીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા – કોલેજ, સિનેમાઘરો, સ્વિમિંગ પૂલ, ટ્યુશન ક્લાસિસ બંધ કરાવ્યા હોવાનું નિવાસી અધિક કલેક્ટર એચ.કે વ્યાસ દ્વારા જાણવા મળ્યું છે.
રાજપીપળામાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે જરૂરી દવાઓ અને માસ્ક ઉપલબ્ધ છે. ડો. કે.પી. પટેલ
આ સંદર્ભે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો કે.પી.પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર કોરોના વાયરસને લઈ સંપૂર્ણ સજ્જ છે. આ માટે જિલ્લા મુખ્ય મથકે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. જરૂરી દવાઓ અને માસ્ક ઉપલબ્ધ છે. ઉપરાંત જિલ્લામાં બહાર દેશ થી આવતા લોકો માટે કોરન ટાઇડ કરવા માટે જરૂરી સુવિધા ઉભી કરાઇ છે. દેડીયાપાડા માં આવેલ એક વ્યક્તિને કોરનટાઇડ કરાયો છે. અને તે સ્વ.સ્થ છે જિલ્લામાં કોઈપણ કેસ પોઝિટિવ નથી અને લોકોએ ગભરાવાની જરૂર નથી. તાકીદારી રાખવા લોકો વિનંતી કરી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં બહાર દેશથી આવેલો વ્યક્તિઓમાં 8 ભારતીય અને 4 વિદેશી નાગરિકો છે પણ કોઈ હજુ સુધીના અસરગ્રસ્ત કે શંકાસ્પદ કેસ નર્મદા જિલ્લામાંથી નથી.
જોકે શાળા – કોલેજ બંધ કરાવી છે પણ ધોરણ 10- 12 ની બોર્ડની પરીક્ષામાં હજારો વિદ્યાર્થીઓ જિલ્લામાં પરીક્ષા આપી રહ્યા છે. તેમના માટે તકેદારીના કોઇ પગલા લેવાયા નથી એ ઉપરાંત ભીડવાળી જગ્યા ખાસ કરીને નર્મદાના પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કરનાળી કુબેરભંડારી મંદિર તથા પોઇચા ખાતેના સ્વામિનારાયણ મંદિરે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ભક્તો આવી રહ્યા છે. આવી જગ્યાએ કોરોના સંક્રમણ થવાની શક્યતા વધુ હોવાથી પ્રવાસીઓ માટે અહીં અવરજવર પર કોઈ પ્રતિબંધ મુકાયો નથી ત્યારે લોકો થોડો દિવસ માટે પ્રવાસીઓના હિત માટે બંધ રાખવાની માંગ ઉઠી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા