રાજપીપળાની એડીશનલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટે પરીક્ષા આપવા માટે આપી ખાસ પરવાનગી.
18 મી માર્ચે એક દિવસ માટે પરોલ પર જેલમાંથી પરીક્ષા માટે મુક્ત કરાશે.
રાજપીપળા, તા.17
હાલ જીતનગર ખાતે આવેલ મુખ્ય જેલમાં બળાત્કારના ગુનામાં પકડાયેલા કાચા કામનો કેદી કેયુરકુમાર ભરતભાઈ તડવી ધોરણ12ની બધા વિષયની પરીક્ષા આપી રહ્યો છે, ત્યારે આ જેલમાં બળાત્કારના ગુનામાં સપડાયેલ બીજો કેદી પ્રતાપભાઈ ઉર્ફે મુન્નાભાઈ સનાભાઇ ઉર્ફે અશ્વિનભાઇ વસાવા (રહે, કનબુડી દેડીયાપાડા) હાલ જીતનગર જેલમાં છે. તેને ધોરણ 12 ની એક વિષયની અંગ્રેજીની પરીક્ષા આપવાની બાકી હોવાથી કેદીએ અરજદાર તરીકે જિલ્લા જેલ અધિક્ષકએમ.એલ.ગામરાના દ્વારા એડિશનલ સેશન્સ કોર્ટ રાજપીપળામાં અરજી કરવામાં આવી હતી. જેને આ કેદી પરીક્ષાને રાજપીપળાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેન્સર કોર્ટડેડીયાપાડા કેન્દ્ર મા ખાસ પરીક્ષા આપવા માટે એક દિવસ માટે પેરોલ જામીન મંજૂર કરી આપી પરવાનગી આપી છે. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 439 હેઠળ પોલીસ જાપ્તા સાથે પરીક્ષા આપવા પૂરતું દિન એકના પેરોલ જામીન મંજૂર કર્યા છે. આ કેદી વિદ્યાર્થી 18 માર્ચ ના રોજ બુધવારે દેડીયાપાડા કેન્દ્રમાં ધોરણ12ની અંગ્રેજી વિષયની પરીક્ષા આપશે જેને જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ પોલીસ વાનમાં બેસાડીને દેડીયાપાડા પરીક્ષા કેન્દ્રમાં લઈ જવામાં આવશે અને પરીક્ષા પૂર્ણ થયેથી પોલીસ જાપ્તા સાથે જીતનગર જેલમાં પરત લાવવામાં આવશે, આમ આ વર્ષે જેલના બે કેદીઓએ ધોરણ12ની પરીક્ષા આપી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા