આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 22/09/2020*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા. 22/09/2020*

*બોગસ કોરોના ટેસ્ટ આખરે ગોરખધંધાનો ભાંડો ફૂટ્યો*
મથુરામાં ઉત્તર પ્રદેશના મથુરામાં બોગસ ટેસ્ટ થતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોએ કોરોનાના ટેસ્ટનો ટાર્ગેટ પૂરો કરવા માટે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ચાલી રહેલા ગોરખ ધંધાનો ભાંડો ફોડી નાખ્યો છે. અહીં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ડૉક્ટર જ દર્દી બની જાય છે અને આ દર્દીના એક પછી એક એમ ૧૫-૧૫ સેમ્પલ લેવાય છે આ સેમ્પલ પર અલગ-અલગ બોગલ નામ લખી લેબમાં રિપોર્ટ માટે મોકલવામાં આવે છે. મથુરાના ડોરીવાલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના વીડિયોએ ખાડે ગયેલી સ્વાસ્થ સેવાઓને ઉજાગર કરી છે. વીડિયો વાઇરલ થયા બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યા છે.
**
*રાજ્યના ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર*
ગુજરાતમાં 20 જિલ્લાના 123 તાલુકાના 27 લાખ ખેડૂતોને મળશે લાભ
ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તો પણ રૂ. 5 હજારની સહાય ચૂકવાશે
**
*સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ખેડૂતોએ ગણાવી લોલીપોપ*
જાહેરાતને ખેડૂતોએ લોલીપોપ ગણાવી છે. ૩૭૦૦ કરોડના સહાય પેકેજમા એક ખેડૂતના ભાગે એક હજાર પણ માંડ આવે એમ છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. તેઓના મતે સરકારે વીમા કંપનીઓ પર દબાણ કરીને વીમો આપવો જોઈએ. જિલ્લાના અમુક તાલુકાઓને સહાય નહીં મળે તે સરકારનો અણઘડ વહિવટ હોવાના આક્ષેપ પણ ખેડૂતોએ કર્યા છે.
**
*પંજાબ- હરિયાણા બાદ હવે કૃષિ બિલનો ગુજરાતમાં પણ વિરોધ*
કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલા કૃષિ કાયદા બિલ સામે હરિયાણા અને પંજાબના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે દેશના આશરે 70 લાખ ખેડૂતોના સમર્થનમાં સુરત શહેર આમઆદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
**
*વડોદરા: નર્સિંગ કોલેજોને પ્રભારી સચિવ ડો.વિનોદ રાવે નોટિસ*
124 નર્સિંગ સ્ટુન્ડ ફરજ પર હાજર થયા હતા બે દિવસ અગાઉ રાત્રે અચાનક એસએસજી હોસ્પિટલના કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ પગાર મામલે હડતાળ પર ઉતરી ગયા હતા જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. સમસ્યાનું સમાધાન થઈ જતા નર્સિંગ સ્ટાફ ફરજ પર હાજર થયો હતો.
**
*સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ શાહના એકચક્રી શાસનનો અંત*
સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશન એટલે કે સોમાની ચૂંટણીમાં સમીર શાહના એકચક્રી શાસનનો અંત આવ્યો છે. સોમાની ચૂંટણીમાં છેલ્લા 4 વખતથી પ્રમુખપદે રહેલા સમીર શાહનો કારમો પરાજય થયો છે. જામનગર ખાતે મતગણતરીમાં કિશોર વિરડીયાને કુલ 130 પૈકી 100 મત મળ્યા જ્યારે કે સમીર શાહને ફક્ત 22 મત જ મળ્યા
**
*વિધાનસભા પહોંચે તે પહેલા શિક્ષકોની કરાઈ અટકાયત*
રાજ્યના પ્રવાસી શિક્ષકોએ ઉગ્ર દેખાવો કર્યો હતો ઉલ્લેખનીય છે કે પગાર ન મળવાના કારણે પ્રવાસી શિક્ષકોની હાલત કફોડી બની છે. કેટલાક શિક્ષકોને માર્ચ-2020થી પગાર આપવામાં આવ્યો નથી.
**
*તાજમહેલ ખુલવાની સાથે શરૂ થયું દેહવ્યાપારનું માર્કેટ*
આગરામાં તાજમહેલ ખુલવાની સાથે જ સ્પા સેન્ટરના નામે દેહ વ્યાપારનું બિઝનેસ પણ જોર પકડી રહ્યું છે. તાજ પાસે એક મૉલમાં સ્પા સેન્ટર્સના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ કાર્યવાહીની માહિતી લીક થતા દેહ વ્યાપારના અડ્ડા બંધ કરાવી દીધા.
**
*માર્શલ ન આવ્યા હોત તો ચેરમેન પર શારીરિક હુમલો થઈ શકતો હતોઃ રવિશંકર*
કૃષિ સાથે જોડાયેલા બિલ પર કિસાનો અને વિપક્ષી દળોનો હંગામો જોવા મળી રહ્યો છે. તો રવિવારે રાજ્યસભામાં થયેલા હંગામા દરમિયાન રાજ્યસભા ડેપ્યુટી ચેરમેનનો અનાદર પણ કરવામાં આવ્યો હતો.
**
*8 વિપક્ષના સાંસદ સત્રમાંથી સસ્પેન્ડ*
રાજ્યસભામાં કૃષિ બિલોનો વિરોધ કરતા તૃણમૂલ કોંગ્રેસ સાંસદ ડેરેક ઓ બ્રાયન.કિસાન બિલના વિરોધમાં તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયને રાજ્યસભામાં રૂલબુક ફાડી નાખી હતી કોંગ્રેસ સાંસદ રિપુન બોરા, આપ સાંસદ સંજય સિંહે પણ માઇક તોડવાની કોશિશ કરી હતી.
**
*સુરતનો કોઝ વે ફરી છલકાયો*
ઉકાઈ ખાતે તાપી નદી પર બનાવવામાં આવેલા ડેમ ની સપાટી ભયજનક સપાટી ની નજીક પહોંચી જતા પાણી છોડવામાં આવ્યું છે.આ પાણી છોડવાના કારણે મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે ફરી એકવાર છલકાયો છે.
**
*હાઇકોર્ટેનો હુક્મ કર્યો છતા પોલીસે ગુનો દાખલ કર્યો નથી*
ત્રણ વર્ષ પૂર્વે ગોધરા ટાઉનમાં ૨૨ વર્ષના યુવકનું તળાવના ફક્ત અઢી ફૂટ પાણીમાં ડૂબી જવાથી મોત થયુ હતું. યુવકના પરિવારજનોનો આક્ષેપ હતો કે એક પરિણીતા સાથેના પ્રેમ સબંધના કારણે તેની હત્યા કરવામાં આવી છે. આ બનાવમાં હાઇકોર્ટે પણ હત્યાનો ગુનો રજિસ્ટર કરવાનો હુક્મ કર્યો હતો
**
*ભાજપ ભૂતકાળના કાર્યક્રમોમાં બોધપાઠ લેવાને બદલે કાર્યક્રમો યોજે છે*
વડોદરા કાઉન્સિલર મનીષ પગારેના જન્મદિવસે કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ થતો જોવા મળ્યો કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને ગરીબ મહિલાઓને ભેગી થતા કોરોના સંક્રમણનો ભય ભાજપ ભૂતકાળના કાર્યક્રમોમાં ફેલાયેલા કોરોના સંક્રમણનો બોધપાઠ લેવાને બદલે ફરીથી કાર્યક્રમો યોજે છે
**
*ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી ૧૦ના મોત*
મહારાષ્ટ્રમાં થાણે સ્થિત ભિવંડીમાં રવિવાર રાત્રે ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થતા 10 લોકોના મોત થયા છે. કાટમાળમાં હજુ પણ 25 લોકો દબાયા હોવાની શક્યતા છે
**
*વિપક્ષના ભારે હોબાળા વચ્ચે બે ખરડા સંસદમાં પસાર*
રાજ્યસભામાં કૃષિ સંલગ્ન બિલોને વિપક્ષના ભારે હોબાળા છતા ધ્વનિમતથી સરકારે પાસ છે. લોકસભામાં અગાઉ પાસ થયેલા કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય સંવર્ધન અને સરળીકરણ બિલ 2020 અને ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ કિંમત આશ્વાસન કરાર અને કૃષિ સેવા પર કરાર બિલ 2020ને રાજ્ય સભાએ મંજૂરી આપી દીધી છે.
**
*મુંબઈમાં મરાઠા આરક્ષણ માટે ઠેર ઠેર આંદોલન*
સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ પર સ્ટે લગાવ્યા બાદ મરાઠા સંઘટનાએ આરક્ષણ માટે ઠેર ઠેર આંદોલન શરૂ કર્યું હોવાથી રાજ્યભરમાં આ મુદ્દો ગંભીર બની રહ્યો છે. એક મરાઠા, લાખ મરાઠાના સૂત્રોચ્ચાર સાથે મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા માત્ર મુંબઈમાં જ એકસાથે ૨૦ સ્થળે આંદોલન કરવામાં આવ્યું હતું.
**
*ખેડૂતોને અનાજ વેચવાની વધુ છૂટ મળશે: ભાજપ: જે.પી.નડ્ડા*
ભારતીય જનતા પક્ષના પ્રમુખ જે.પી.નડ્ડાએ રાજ્યસભામાં પણ કૃષિ સંબંધિત બે ખરડા પસાર થયા એ સાથે પૂર્ણ સંસદમાં આ બે નવા કાયદાને મંજૂરી મળી એ બાબતને ખૂબ બિરદાવતા કહ્યું હતું કે ખેડૂતોને હવે પોતાની પેદાશો વેચવામાં આઝાદી મળશે
**
*જાહેર ક્ષેત્રની બૅન્કો સાથે ત્રણ મહિનામાં ૧૯,૯૬૪ કરોડની છેતરપિંડી*
એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિનામાં ૨૮૬૭ કેસમાં કુલ ૧૯,૯૬૪ કરોડની છેતરપિંડી થઇ હોવાની વાત જાહેરક્ષેત્રની બૅન્કોએ આરટીઆઇના જવાબમાં જણાવી હતી. દેશની સૌથી મોટી જાહેરક્ષેત્રની બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એસબીઆઇ સાથે સૌથી વધુ છેતરપિંડીના બનાવ બન્યા હતા
**
*આવતીકાલે સાત રાજ્યના સીએમની બેઠક*
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સાત રાજ્યના મુખ્ય પ્રધાનની બેઠક બોલાવી છે. કોરોના વાઇરસ સંક્રમણના હાલની ચિંતાજનક પરિસ્થિતિ જોઇને આ બેઠક બોલાવવામાં આવી બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવશે.આ બેઠકમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યના મુખ્ય પ્રધાન સામેલ થશે
**
*ગિરનાર રોપ-વેની ત્રણ ટ્રોલીમાં સામાન સાથે ટ્રાયલ શરૂ*
જૂનાગઢ: ગિરનાર રોપ-વેની કામગીરી હવે અંતિમ ચરણમાં પહોંચી છે. હાલ રોપ-વેની કામગીરીમાં કેબલ, સિગ્નલ વગેરે સામાન લઈ જવાની તેમ જ તેના ચેકિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. રોપ-વેની કામગીરી ફરી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે
**
*આજથી ભુજ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ફરી પાટે ચડશે*
સમગ્ર વિશ્ર્વને બાનમાં લેનારી કોરોના મહામારીના ઝડપી સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉન દરમ્યાન ભુજથી મુંબઈનો ટ્રેનવ્યવહાર. રેલવે તંત્રે ખાસ હુકુમથી આજથી કચ્છ મુંબઇ માટે દરરોજ ટ્રેન દોડાવશે ભુજથી દાદર સયાજીનગરી એક્સપ્રેસ ૧૯૧૧૫ આજથી શરૂ થશે તો મુંબઈ દાદરથી સયાજીનગરી ૧૯૧૬ ૨૩મીથી શરૂ થશે
**
*સરકાર ચાર વર્ષથી શિક્ષકોની ભરતી અટકાવી દીધી છે: કોંગ્રેસ*
ભાજપ સરકારમાં સરકારી નોકરી રોજગારના નામે ગુજરાતના યુવાનો સામે થયેલ છેતરપિંડી, અન્યાય અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર ચાર વર્ષથી શિક્ષકોની ભરતી અટકાવી દીધી છે