વ્યાપક જનહિતમાં લેવાયેલો નિર્ણય.
રાજા રજવાડા સમયે નિયમિત રીતે ભરાતો આ મેળો આ વર્ષે કોરોના ના કારણે નહીં ભરાઈ.
રાજપીપળા, તા.17
કોરોના વાઇરસને કારણે નર્મદા જિલ્લામાં આરોગ્ય વહીવટીતંત્ર દ્વારા ખાસ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે, ત્યારે ભીડવાળી જગ્યા જ્યાં લોકો ભેગા થાય છે, તેવા મેળા સ્થળ પણ બંધ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજપીપળામાં ચૈત્ર નવરાત્રિમાં નવ દિવસ માટે કાલિકા માતાનો મેળો ભરાવાનો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોઈ કોરોનાના સંક્રમણથી બચવા કાલિકા માતાનો મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજા રજવાડાની સમયથી નીયમિત રીતે ભરાતો આ મેળો આ વર્ષ કોરોનાના કારણે નહીં ભરાઈ.
રાજપીપળા શહેર દેવસ્થાન કમિટી એ તેમના હસ્તકના કાલિકા મંદિરે ચૈત્ર નવરાત્રિના નવ દિવસ સુધી લોકમેળો ભરવાનું મોકૂફ રાખ્યું છે. કમિટીએ મેળા નહીં ભરવા અંગે જાહેરાત કરી છે. અને આ નિર્ણય વ્યાપક જનહિતમાં કરાયો હોવાનું કમિટીના હોદ્દેદારોએ જણાવ્યું છે. જેને લોકોએ આવકાર્યો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા