*રાજકોટ ગેમઝોન આગ દુર્ઘટનામાં પ્રધાનમંત્રીએ સહાયની કરી જાહેરાત, મૃતકનાં પરિવારજનોને 2 લાખ રૂપિયા મળશે*
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ઘટનામાં જીવ ગુમાવનાર ને 2 લાખ રૂપિયાની સહાય કરવાની કરી જાહેરાત કરી છે.
આ ઉપરાંત ઇજગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાય કરવામાં આવશે.
પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાંથી સહાય આપવાની જાહેરાત કરી છે.
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે…
#ICMNEWS #News