રાજપીપળા નગરપાલિકાની મતદાર યાદીમાં ખોટા નામ બીજા વોર્ડમાં દાખલ કરાયા હોવાની ગંભીર ફરિયાદ.

રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર.4 ના સદસ્યો અને પૂર્વ પ્રમુખ સંદિપભાઈ દશાંદીએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી.
રાજપીપળા,તા.26
રાજપીપળા નગરપાલિકાની મતદારયાદીમાં ખોટા નામ બીજા વોર્ડમાં દાખલ કરાયા હોવાની ગંભીર ફરિયાદ રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર. 4 ના સદસ્યને પૂર્વ પ્રમુખ સંદીપ દશાંદીએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરતા ચકચાર મચી જવા પામી છે. વોર્ડ નં. 4 ના સદસ્ય અને પૂર્વ પ્રમુખ સંદિપભાઈ દશાંદીના જણાવ્યા અનુસાર રાજપીપળા નગરપાલિકાની મતદારયાદીમાં અમુક નામો ખોટી રીતે બીજા વર્ગમાં દાખલ કરાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.
તેમને લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં 20 – 21 ની જેમ મતદારયાદી જાહેર માં પ્રસિદ્ધ કરવામાં આવી છે. તે યાદીઓમાં ઘણા રેગ્યુલર વોર્ડના માણસોના નામ બીજા ધોરણમાં એટલે કે જે વિસ્તારમાંથી એ લોકો ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવે છે. તેવા તત્ત્વો આવી ગંદી કામગીરી કરી રહ્યા છે. એવું અમારા જાણવામાં આવ્યું છે. સરકારે પ્રસિદ્ધ કરેલી યાદી બરાબર હોવા છતાં અમુક વ્યક્તિઓના દબાણથી આ કામગીરી થઇ રહી છે.જે બંધ થાય એવી અમારી વિનંતી છે. રેગ્યુલર મતદારયાદીમાં કોઈ ભૂલ હોય અને તેનું નામ ખરેખર બીજા વોર્ડમાં બોલાતું હોય તેવા માણસનું રેગ્યુલર કરવાની કામગીરીમાં અમારી કોઇ ફરિયાદ નથી. પરંતુ વોટ બેન્ક બનાવવા જેવો ચેન્જ કરવામાં આવે તે બાબત યોગ્ય તપાસ કરી ઘટતી ન્યાયી કામગીરી કરવા માટે આ રજૂઆતમાં જણાવ્યું છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા