*શ્રી આપાગીગાનો ઓટલો અને મીત્ર મંડળ અને નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ પેર્ણા દ્વારા આજરોજ થી વિનામુલ્યે છાસનું વિતરણ*

*શ્રી આપાગીગાનો ઓટલો અને મીત્ર મંડળ અને નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ પેર્ણા દ્વારા આજરોજ થી વિનામુલ્યે છાસનું વિતરણ*

શ્રી આપાગીગાના ઓટલે સંપૂર્ણ પણે વિનામુલ્યે ૨૪ કલાકનું અન્નક્ષેત્ર ધમધમતું હોય છે. રહેવા- જમવા-ચા-પાણી-નાસ્તાની વ્યવસ્થાઓ સંપૂર્ણ વિનામુલ્યે આપવામાં આવે છે.

સંપૂર્ણ પણે વિના મુલ્યે છાસ વિતરણનો કાર્યક્રમ આવતા સતત ૨૫ દિવસો સુધી રાજકોટ ડેરીની (૧-એક લીટર લુઝ છાસ) મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને આ કાળજાળ ગરમીમાં ઉપયોગી થવાની ભાવનાથી છાસ આપવામાં આવશે.

 

છાસ એ મધ્ય વર્ગનું અમૃત પીણું કહેવાય છે. ત્યારે દરેક સમાજને ઉપયોગી થવાય તે હેતુથી કોઈપણ પ્રકારના જ્ઞાતિજાતિના ભેદભાવ વગર આજ રોજ થી છાસનું વિતરણ નું આયોજન ભાર્ગવભાઈ નરેન્દ્રભાઈ સોલંકી સાથે આપાગીગાનો ઓટલો અને મીત્ર મંડળ સામાજિક અને ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ, સ્વયં સેવકો ની ઉપસ્થિતેમાં પ્રારંભ કરવામાં આવેલ હતો.

 

જેનો લાભ લેવા સવ લોકોને મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ એ ગોપીનાથ કોમ્પલેક્ષ, ભાર્ગવભાઈ નરેન્દ્રભાઈ સોલંકીનું કાર્યાલય, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ખાતેથી આવતા ૨૫ દિવસ સુધી સંપૂર્ણ પણે વિના મુલ્યે દરરોજ સવારે ૯-૦૦ વાગ્યએ છાસનું વિતરણ કરવામાં આવશે…

 

#news