સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી. મંત્રાલયે લોકોને અપીલ કરી કે 31 માર્ચ સુધી એકબીજા સાથે એક મીટરનું અંતર જાળવી રાખો. વધારે ખતરા વાળા વિસ્તારોમાં પ્રવાસ પર પ્રતિબંધ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
મંત્રાલયે અપીલ કરી કે જો જરૂરી ન હોય તો લોકો બસો, ટ્રેન અને પ્લેનના પ્રવાસથી દૂર રહે.
પ્રાઇવેટ સેક્ટરમાં સંસ્થાનોમાં જ્યાં સુધી શક્ય બને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપે.
લોકલ પ્રશાસનને કહેવામાં આવ્યું છે કે તેઓ નેતાઓ, ધર્મગુરૂઓ સાથે તેમની સભાઓના સંચાલનને લઇને વાતચીત કરે.
UAE, કતર, ઓમાન અને કુવૈતથી આવનારા પ્રવાસીઓને ઓછામાં ઓછા 14 દિવસના ક્વોરન્ટાઇન પીરિયડમાં મોકલવામાં આવશે.
મંત્રાલયે કહ્યું- કોરોના વાયરસના પોઝિટીવ લોકો જેમના પણ સંપર્કમાં આવ્યા છે, તેમને કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા ઓળખવામાં આવી રહ્યા છે. આવા 5200 લોકોની ઓળખ કરવામાં આવી છે અને સૌ કોઇ દેખરેખમાં છે.
મંત્રીઓની બેઠક બાદ સરકારે નિર્ણય લીધો કે કોરોનાના લીધે સામાજિક રીતે અંતર રાખવાના જરૂરી નિર્ણયને 31 માર્ચ સુધી યથાવત રાખવામાં આવશે.